પ્રયાગરાજમાં આયોજિત સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર નંબર 18માં આગ લાગી હતી. આગ લાગતા ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું.
કેટલાક લોકો ઘાયલ થયા હોવાની માહિતી
તમને જણાવી દઈએ કે મહાકુંભ મેળા વિસ્તારના શંકરાચાર્ય માર્ગ પર સ્થિત સેક્ટર 18માં આગ લાગી હતી. આકાશમાં કાળો ધુમાડો દેખાય છે. આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. CFOનો દાવો છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.