Todays Latest News Live -ગુજરાતમાં ઝુકેગા પુષ્પા, ચંદન ચોરને પકડવા માટે પોલીસે બનાવ્યો આ સોલિડ પ્લાન
, સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (09:41 IST)
ગુજરાતના ડાંગ જિલ્લામાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ. આમાં 5 લોકોના મોત
social media
ગુજરાતના ડાંગ જિલ્લામાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ. આમાં 5 લોકોના મોત થયા હતા. ૧૭ ગંભીર રીતે ઘાયલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રવિવારે સવારે 4.15 વાગ્યાની આસપાસ થયો હતો. સાપુતારા હિલ સ્ટેશન નજીક ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે બસ ખાડામાં પડી ગઈ.
આ અકસ્માત થયો ત્યારે બસ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરથી 48 યાત્રાળુઓને લઈને ગુજરાતના દ્વારકા જઈ રહી હતી. આ યાત્રાળુઓ મધ્યપ્રદેશના ગુના, શિવપુરી અને અશોકનગર જિલ્લાના હતા.
11:25 AM, 3rd Feb
ગુજરાતમાં ઝુકેગા પુષ્પા, ચંદન ચોરને પકડવા માટે પોલીસે બનાવ્યો આ સોલિડ પ્લાન
red chandan
Inter State Forest Conservation Meeting Saputara: આંતરરાજકીય વન સંરક્ષણ બેઠક સાપુતારામાં રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આયોજીત કરવામાં આવી.
Inter State Forest Conservation Meeting Saputara: પુષ્પા ફિલ્મમાં તમે અલ્લુ અર્જુનન પાત્રોને ચંદનની તસ્કરી કરતા જોયા હશે. એ તેની તસ્કરી માટે નવી નવી તરકીબો અજમાવે છે અને સફળ થય છે. પુષ્પાની જેમ જ દેશના વિવિધ રાજ્યોમાં ચંદનના લાકડાની હેરાફેરી કરનારુ ગેંગ સક્રિય છે. જો કે હેરાફેરી થી રાજસ્વને નુકશાન થવાની સાથે જ પર્યાવરણને પણ નુકશાન પહોચે છે. આવામાં ચંદન ચોરને પકડવા માટે ગુજરાતે સોલિડ પ્લાન બનાવ્યો છે.
પાટડીમાં હનીટ્રેપની ઘટના સામે આવી હતી. જેમાં ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય તેનો ભોગ બન્યા હતા. જેમાં આરોપીઓએ અંગત પળનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.