Publish Date: Sun, 10 Nov 2024 (09:58 IST)
Updated Date: Sun, 10 Nov 2024 (10:01 IST)
Earthquake In Mount Abu: રાજસ્થાનના માઉન્ટ આબુમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 7.51 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી.
માઉન્ટ આબુના મુખ્ય બજાર, નક્કી તળાવ, ધોંડાઈ અને દેલવાડા સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ભૂકંપ બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે.
ભૂકંપના આંચકા અનુભવાતા જ વિસ્તારના લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત એ છે કે ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી.