Webdunia - Bharat's app for daily news and videos

Install App

નૂતન વર્ષાભિનંદન - જાણો વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ, નવુ વર્ષ આ 5 રાશિઓને કરશે માલામાલ

Webdunia
શુક્રવાર, 5 નવેમ્બર 2021 (01:14 IST)
જો તમે તમારા નસીબમાં છિપાયેલા રહસ્ય જાણવા ઉત્સુક છો તો વાચો વિક્રમ સંવત 2078નુ રાશિફળ. આ રાશિફળ 2021 વૈદિક જ્યોતિષના પ્રાચીન સિદ્ધાંતો પર આધારિત છે. બેસતા વર્ષના દિવસે ગુજરાતીઓનુ વર્ષ બદલાય રહ્યુ  છે. ગ્રહો અને ઉપગ્રહોની સ્થિતિ બદલાય ગઈ છે. તેના દ્વારા તમને તમારી અનેક સમસ્યાઓને ઉકેલવાની તક મળશે.  જાણો પ્રેમ વેપાર સ્વાસ્થ્ય અને સંતાન વગેરે વિશે શુ કહે છે તમારા ગ્રહો ? સાથે જ અજમાવો કેટલાક ખાસ ઉપાય જેમા છુપાયો છે તમારી બધી પરેશાનીઓનો ઉકેલ. આવો જોઈએ 2078માં શુ કહે છે તમારા સિતારા
 
મેષ - મેષ રાશિના લોકો માટે નૂતન વર્ષ  તમામ પ્રકારના ભૌતિક સુખો સાથે ફળદાયી સાબિત થવાનું છે કારણ કે તમારી રાશિ પ્રમાણે ત્રણ ગ્રહોનો સંયોગ બની રહ્યો છે, જે ચોક્ક્સરૂપે રાજયોગ સમાન સાબિત થાય છે.  તમારી રાશિમાં સૂર્ય, શુક્ર અને ચંદ્રની સ્થિતિ ચોક્કસપણે પોતાનામાં એક મજબૂત સ્થિતિ ઊભી કરી રહી છે. તમને વિવાહિત જીવનની ખુશી અને ટેકો પણ મળતો જોવા મળે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ રહેશે, કોઈ મોટી સમસ્યા તમને પરેશાન કરશે નહીં.
 
ઉપાયઃ હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળના બીજ મંત્રનો જાપ કરો. વાંદરાઓને ગોળ ચણા ચલાવો.
 
વૃષભઃ- વૃષભ રાશિ મુજબ હિંદુ નવું વર્ષ તમારા માટે સામાન્ય રહેવાનું છે કારણ કે આ દરમિયાન રાહુ તમારી રાશિમાં સ્થિત છે અને રાશિનો સ્વામી બારમા ભાવમાં એટલે કે મેષ રાશિમાં સ્થિત હોવાથી ક્યાંક નકામા ખર્ચાઓ થશે. સાથે જ આ સમય દરમિયાન માનસિક તણાવ જેવી સમસ્યાઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પરંતુ કરિયરના ક્ષેત્ર માટે આ સમય ઘણો ફળદાયી સાબિત થશે. તમે લગ્નના બંધનમાં બંધાઈ શકો છો. તમને ખુશી અને પરિવારનો સહયોગ મળશે 
 
ઉપાયઃ શુક્રના બીજ મંત્રનો જાપ કરો. ઈષ્ટ દેવીની પૂજા કરો. સફેદ વસ્ત્રોનું દાન કરો.
 
મિથુન રાશિ - મિથુન રાશિના લોકો માટે આ બેસતુ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે કારણ કે નવા વર્ષની શરૂઆત, તમારી રાશિમાં મંગળની સ્થિતિ અને તમારી રાશિ પર ગુરુની પૂર્ણ દ્રષ્ટિ એક પરાક્રમના યોગ બનાવે છે.  આ સમય દરમિયાન તમે તમામ આનંદ મેળવી શકો છો. સંબંધોમાં મધુરતા વધશે.   વિદેશી વેપાર માટે આ નૂતન વર્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
 
ઉપાયઃ ભગવાન ગણેશની પૂજા કરો. લીલા વસ્ત્રોનું દાન કરો. ગણેશજીને દુર્વા અર્પણ કરો.
 
કર્કઃ- કર્ક રાશિના લોકો માટે નૂતન વર્ષની શરૂઆત સામાન્ય રહી શકે છે. વર્ષની શરૂઆતમાં મેષ રાશિમાં રાશિનો સ્વામી ચંદ્રનું સ્થાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. કરિયરના ક્ષેત્રમાં સફળતા અને પ્રમોશનની તકો રહેશે. રાશિનો સ્વામી ચંદ્રમાનુ પોતાના ભાવમાથી કર્મક્ષેત્રમાં એટલે કે વર્ષની શરૂઆતથી જ દસમા ભાવમાં રહેવાથી મોટા અધિકારીઓને મળવાની શક્યતાઓ પણ સર્જાશે.
 
ઉપાયઃ ભગવાન શિવની પૂજા કરો. સફેદ વસ્ત્રોનું દાન કરો. પૂનમના દિવસે ચંદ્રને નારિયેળ જળ અર્પિત કરો.
 
સિંહ - સિંહ રાશિના લોકો માટે બેસતુ વર્ષ ઘણું સારું સાબિત થશે. રાશિના સ્વામી સૂર્યનું ઉચ્ચ રાશિચક્રના ભાગ્ય સ્થાનમાં સ્થિત રહેવુ એ આપમેળે જ રાજયોગની અસર ઉભી કરી રહ્યું છે. નૂતન વર્ષ મુજબ સિંહ રાશિના લોકો માટે આ વર્ષ ઘણું સારું રહેશે. તમને પરિવારનું સુખ મળશે. તમને પ્રેમમાં સફળતા મળશે. તેમજ વિવાહિત જીવન પણ સાથે રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય ઘણો સારો રહેશે.
 
ઉપાયઃ ભગવાન સૂર્યને જળ અર્પણ કરો. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. ઘઉંનું દાન કરો.
 
કન્યા રાશિ- કન્યા રાશિના લોકો માટે નૂતન વર્ષની શરૂઆત કષ્ટદાયક રહી શકે છે. આ સમય દરમિયાન, તમને સ્વામી બુધની કમજોર રાશિને કારણે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.  કૌટુંબિક જીવનની દ્રષ્ટિએ સમય થોડો પડકારજનક હોઈ શકે છે કારણ કે મંગળની સંપૂર્ણ દશાને કારણે પારિવારિક જીવનમાં ઘરેલું સમસ્યાઓ ઉભી થવાની સંભાવના છે. પ્રેમ માટે સમયને અનુકૂળ કહી શકાય નહીં. જોકે જીવનસાથીનો સહયોગ અને સાથ પ્રાપ્ત થશે. મનને કાર્યસ્થળ અને વ્યવસાય તરફ કેન્દ્રિત રાખો.
 
ઉપાયઃ લીલી વસ્તુઓનું દાન કરો. કુંવારી કન્યાઓને લીલી વસ્તુઓ અથવા લીલી બંગડીઓનું દાન કરો. બુધ ગ્રહના બીજ મંત્રનો જાપ કરો.
 
તુલાઃ - નૂતન વર્ષ મુજબ તુલા રાશિના લોકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. બેસતાવર્ષની શરૂઆતમાં આર્થિક સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. તમારી રાશિ પર સૂર્યની પૂર્ણ દૃષ્ટિ હોવાને કારણે લગ્નજીવનમા પરેશાની થઈ શકે છે. પરિવાર સાથે પ્રેમથી રહો. વડીલોની સલાહ લઈને જ કોઈ નવા કામની યોજના બનાવો.
 
ઉપાયઃ ભગવાન શિવની પૂજા કરો. સફેદ વસ્ત્રોનું દાન કરો. ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો.
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો માટે નૂતન વર્ષ સામાન્ય રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં તમારી રાશિમાં કેતુનું સ્થાન તમને શારીરિક પીડા જેવી સમસ્યાઓ આપી શકે છે, તેથી તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.  આ સિવાય તમને ગુપ્ત નાણાં પણ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે સમય સારો છે. વિવાહિત જીવન સુખમય  રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. મનને એકાગ્ર કરો અને અભ્યાસ કરો. તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે.
 
ઉપાયઃ હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવારે વાંદરાઓને ગોળ ચણા આપો. હનુમાનજીને બુંદીના લાડુ ચઢાવો.
 
ધનુ - ધનુ રાશિના લોકો માટે નૂતન વર્ષ ફળદાયી રહેવાનું છે. રાશિના સ્વામી ગુરુનું પોતાના આરંભ (પરાક્રમ ભાવ)માં જવું વ્યક્તિને હિંમત અને શક્તિ આપશે. તમારી શક્તિના બળ પર ધનુ રાશિના લોકો તેમનુ દરેક કામ પૂર્ણ કરી શકશે. માતાના સ્વાસ્થ્યમાં લાભ થશે. વિવાહિત જીવનમાં સમાધાન અને સુધાર થશે. લવ લાઈફમાં મધુરતા વધશે અને લગ્નની વાત પાકી થઈ શકે છે.
 
ઉપાયઃ ભગવાન વિષ્ણુની પૂજા કરો. ઘરે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. પીળી વસ્તુઓનું દાન કરો.
 
મકરઃ- મકર રાશિના લોકો માટે નૂતન વર્ષ સારું રહેવાનું છે. આ નવા વર્ષની શરૂઆતથી શનિની સ્થિતિ તમારા દરેક કાર્યમાં સફળતા અપાવશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને સાથે જ તમને ગુપ્ત ધન પણ મળશે.
મંગળની પૂર્ણ દ્રષ્ટિ તમારી રાશિમાં હોવાથી તમારી શક્તિમાં વધારો થશે. આ સિવાય આ સમયમાં યશ અને કીર્તિની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો અને આળસને શરીરમાં પ્રવેશવા ન દો.
 
ઉપાયઃ શનિદેવના બીજ મંત્રનો જાપ કરો. દરરોજ શનિ ચાલીસાનો પાઠ કરો. ઘોડાની નાળની વીંટી પહેરો
 
કુંભ - નૂતન વર્ષની શરૂઆત મિશ્રિત થઈ શકે છે કારણ કે બારમા ભાવમાં રાશિના સ્વામી શનિનું સંક્રમણ માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. આર્થિક સ્થિતિના દૃષ્ટિએ જોવા જઈએ તો ફાલતુ ખર્ચ થવાના યોગ બની રહ્યા છે. કાર્યસ્થળ પર તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સપ્ટેમ્બર મહિના પછી, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ અને પ્રમોશનની પ્રબળ તકો છે. નવા વર્ષની શરૂઆત પ્રેમીઓ માટે સારી રહેવાની છે.
 
ઉપાયઃ તલના પાણીથી સ્નાન કરો. શનિવારે સરસવના તેલનું દાન કરો. શનિદેવને કાળા વસ્ત્રો અર્પણ કરો.
 
મીન - મીન રાશિના લોકો માટે નૂતન વર્ષની શરૂઆત સામાન્ય રહેશે. તમારી રાશિથી તમારા 12મા ભાવમાં ગુરૂનું સંક્રમણ અને તમારી રાશિમાં બુધની દુર્બળ સ્થિતિ આપમેળે અશુભ યોગ બનાવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિના જીવનમાં દરેક જગ્યાએથી અવરોધ આવવાની સંભાવના રહે છે. વિવાહિત જીવનની ખુશીઓમાં ઘટાડો થશે. ભણતર માટે સમય સાનુકૂળ છે પરંતુ આ સમય દરમિયાન તમને સખત મહેનત કરવાની સલાહ છે. પ્રેમાળ લોકો માટે સમય મિશ્રિત રહેશે, પરંતુ તમારી વાણી અને શબ્દો પર સંયમ રાખો.
 
ઉપાયઃ ભગવાન વિષ્ણુની પૂજા કરો. પીળી વસ્તુનું દાન કરો. હળદરના પાણીથી સ્નાન કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને સારી તક મળશે

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર

19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો

18 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિનાં જાતકોને બિઝનેસમાં સફળતા મળશે

આગળનો લેખ
Show comments