Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવતી અમાવસ્યા, 149 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, સુખ સંપત્તિ માટે કરો આ ઉપાય

Webdunia
સોમવાર, 3 જૂન 2019 (11:54 IST)
આજે સોમવતી અમાવસ્યા અને શનિ જયંતીનો શુભ સંયોગ પડી રહ્યો છે.   આવો યોગ 149 વર્ષ પછી બની રહ્યો છે તો આજે અમે આપને જણાવી રહ્યા છે સોમવતી અમાવસ્યાનુ મહત્વ અને કેટલક ઉપાયો જેને કરવાથી તમે સુખ સંપત્તિ મેળવી શકો છો. 
 
હિન્દુ ધર્મ મુજબ સોમવતી અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરનારો પુરૂષ સમૃદ્ધ અને સ્વસ્થ અને બધા દુખોથી મુક્ત થાય છે.  માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પિતરોની આત્માઓને શાંતિ મળે છે. 
 
સોમવતી અમાવસ્યાનુ શુ છે મહત્વ 
 
સોમવાતી અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ બતાવ્યુ છે.  જે અમાવસ્યા સોમવારના દિવસે પડે છે તે સોમવતી અમાવસ્યા  કહેવાય છે. આ દિવસે ચંદ્રમાના દર્શન થતા નથી. સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી કુંડળીમાં કમજોર ચંદ્રમા બળવાન થાય છે.  વિવાહીત સ્ત્રીઓ પોતાના પતિની દીર્ધાયુ માટે સોમવતી અમાવસ્યાનુ વ્રત કરે છે.  સોમવતી અમાવસ્યા પર પીપળાની પૂજા અર્ચના કરીને પિતરોને પ્રસન્ન કરવાનુ પણ વિધાન હિન્દુ ધર્મમાં બતાવ્યુ છે. એવુ માનવામાં આવે છે કે આવુ કરવાથી ઘરમાં ઘન ધાન્યની કોઈ કમી આવતી નથી. 
 
હવે આવો જાણીએ આ દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય 
 
- સોમવતી અમાવસ્યા પર વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવાથી મનની બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. 
 
- કુંડ્ળીમાં નબળો ચંદ્રમાને બળવાન કર્વા માટે કાચા દૂધથી ભગવાન શિવલિંગનો અભિષેક કરો અને ૐ ચંદ્રમસે નમ મંત્રનો 108 વાર જાપ કરો. 
 
- સોમવતી અમાવસ્યાના દિવસે પિતરોની આત્માની શાંતિ માટે પિંડદાન જરૂર કરો 
 
- સોમવતી અમાસના દિવસે તમારા ન્હાવાના પાણીમાં થોડો દુર્વા અને કાળા તલ નાખીને સ્નાન કરવાથી નવ ગ્રહોની શાંતિ થાય છે. 
 
- એક સ્ટીલના લોટામાં કાચા દૂધ જળ પુષ્પ ચોખા અને ગંગાજળ મિક્સ કરીને પીપળના વૃક્ષની જડમાં જમણા હાથથી દક્ષિણ દિશાની તરફ મોઢુ કરીને અર્પણ કરો. 
 
- સુહાગન સ્ત્રીઓએ પોતાના પતિની લાંબી આયુ માટે પીપળના વૃક્ષની સાત પરિક્રમા કરવી જોઈએ. 
 
તો મિત્રો આ હતા સોમવતી અમાવસ્યાના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે માહિતી.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments