પેટ્રોલ અને ડીઝલના ભાવમં સોમવરે પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. સતત પાંચમા દિવસે પેટ્રોલ ડીઝલ સસ્તુ થયુ છે. જોકે તમારે માટે રાહતના સમાચાર છે. પેટ્રોલ 20 પૈસા અને ડીઝલ 40 પૈસા સસ્તુ થયુ છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ 56 પૈસા અને ડીઝલ 95 પૈસા સુધી સસ્તુ થયુ છે. વ્યાપ્રિક તનાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં વીતેલા સત્રમાં કાચા તેલનો ભાવ પાંચ ટકાથી વધુ તૂટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ અઠવાડિયે સતત ચાર સત્રોમાં ઘટાડો નોંધાયો છે.
સોમવરે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિમંત 71.30 રૂપિયા અને ડીઝલની કિમંત 65.76 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 76.98 રૂપિયા અને ડીઝલની કિમંત 68.97 રૂપિયા, કલકત્તામાં પેટ્રોલ 73.54 રૂપિયા અને ડીઝલ 67.68 રૂપિયા, ચેન્નઈમાં પેટ્રોલ 74.08 રૂપિયા અને ડીઝલ 69.58 રૂપિયા, પ્રતિ લીટર છે.
બધી તેલ કંપનીઓના પેટ્રોલ પંપ પર તેલની કિમંતો એક જેવી જ છે. તેલની કિમંતો દરરોજ આંતરરાષ્ટ્રીય બજારના વલણના હિસાબથી બદલાય છે. કિમંતોમાં ફેરફાર દરરોજ સવારે 6 વાગ્યે થાય છે. તેથી પેટ્રોલ પંપ પર જતા પહેલા એકવાર પેટ્રોલની કિમંતો જરૂર ચેક કરી લો.