Webdunia - Bharat's app for daily news and videos

Install App

નડિયાદની ટવીન્કલે ઇન્ટરનેશનલ બુક ઓફ એકસિલેન્સ રેકર્ડમાં મેળવ્યું , ગુજરાતનું નામ કર્યું રોશન

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (08:50 IST)
ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરવાના હકારાત્મક અથાગ પ્રયત્નો સફળતાના દ્વારા ખોલી નાખે છે તેમ ઇન્ટરનેશનલ બુક ઓફ એક્સિલેન્સ રેકર્ડમાં "પિંડાસનયુકત સર્વાગાસન” સતત ૧૧ મિનિટ સુધી જાહેર સ્થળે કરી નડિયાદની યોગાસનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી ૨૬ વર્ષીય ટવીન્કલ આચાર્યએ રેકર્ડ નોંધાવ્યા છે. સાથે સાથે મરિચ્યાસ નામના યોગાસનમાં પણ સતત ૯ મિનિટ અને ૧૫ સેકન્ડનું પ્રમાણપત્ર ઇન્ટરનેશનલ બુક ઓફ એકસીલેન્સ  રેકોર્ડ નું પ્રમાણપત્ર હાંસલ કરેલ છે.
 
ટવીન્કલ આચાર્યએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નો થકી સમગ્ર વિશ્વમાં તા.૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસની માન્યતા પ્રાપ્ત થઇ છે. માતા પિતા અને ભાઇ સાથે રહેતી ટવીન્કલ આચાર્યએ ડિપ્લોમાં ઇન યોગ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિર્વસિટીમાંથી કરેલ છે તેમજ નડિયાદમાં પ્રાથમિક અને બી.કોમ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલ છે. તેઓએ જણાવ્યું હતું કે, હું હંમેશા જીવનમાં કઇક કરી નામના મેળવવા ઇચ્છતી હતી. કોરોના કાળ દરમ્યાન લોકડાઉન દરમ્યાન મને આ ઇચ્છાને પુરી કરવાની મહત્વકાંક્ષાને વેગ મળ્યો.
 
 લોકડાઉન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત તેમજ યોગને પ્રાધાન્ય આપતા વકતવ્યો ઉપરાંત બાબા રામદેવના યોગાસનના વિડીયો જોઇને મે પણ યોગની ઘરે જ તાલીમ લેવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટના માધ્યમથી વિડીયો જોઇને યોગ શીખતી તેમજ હું જીમમાં પણ જતી હતી. ત્યાં જીમ ટ્રેનર સ્વર જોષીની તાલીમના કારણે મને યોગાસનોમાં વધુ રૂચિ જાગી અને ટ્રેનરોની પ્રેરણાથી પ્રેરાઇને મે યોગ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું. 
 
આ ઉપરાંત હું નડિયાદ સ્થિત આનંદ આશ્રમમાં સ્વામી મુદિત્વવંદન સ્વામી પાસે પણ યોગ અંગે માર્ગદર્શન લેવા જતી હતી. રોજ સવાર-સાંજ મળી દિવસમાં કુલ છ થી સાત કલાકની પ્રેકટીસ કરવા લાગી. જેના કારણે મે અમદાવાદ, ગોવા સહિત અન્ય રાજયોમાં રાજયકક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની  પણ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લઇ અનેક સ્પર્ધાઓમાં અગ્રેસર રહી ગુજરાતનું નામ રોશન કર્યું. 
 
આમ, ફકત ૨-૩ વર્ષના ટુંકા ગાળામાં જ મે યોગાસનોમાં કુશળતા પ્રાપ્ત કરી, જેથી હવે મને વિશ્વ કક્ષાએ નામના મેળવવા માટે મારા સ્નેહીજનો અને ટ્રેનરો દ્વારા માર્ગદર્શન મળવાનું શરૂ થતા મે ઓન લાઇન ઇન્ટરનેશનલ બુક ઓફ એક્સીલેન્સ રેકર્ડમાં સંપર્ક કર્યો. ત્યાંથી હકારાત્મક પ્રત્યુત્તર મળતા ઓનલાઇન તા.૨૭મી માર્ચ ૨૦૨૨ના રોજ નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં જાહેર સ્થળે યોગની સ્પર્ધામાં કઠિન કહેવાય તેવા પિન્ડાસનયુકત સર્વાંગાસન સતત ૧૧ મિનિટ કરેલ જેના કારણે મને ઇન્ટરનેશનલ બુક ઓફ એકસિલન્સ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું. 
 
સામાન્ય રીતે આ યોગ કઠિન હોવાથી કોઇ કરતું નથી અને તેથી મે આ યોગ ઉપર પસંદગી ઉતારી હતી સતત આઠ માસ સુધી પ્રેકટીસ કરી હતી. આખરે તા.૨૭મી માર્ચના રોજ શ્રી સંતરામ મહારાજના સાનિધ્યમાં સૌથી કઠિન ગણાતા પિંડાસનયુકત સર્વાંગાસન યોગનું લાઇન પ્રસારણ નવી દિલ્હી વિશ્વ રેકર્ડની ટીમે નિહાળ્યું હતું. 
 
ટવીન્કલના જણાવ્યાનુસાર આ આસન આજ દિન સુધી કોઇ મહિલાએ સતત ૧૧ મિનિટ સુધી કરેલ હોઇ તેવું નોંધાયેલું નથી. તામિલનાડુમાં એક યુવકે આ યોગાસન ૩-૪ મિનિટ કરેલ છે. ટવીન્કલે આ ઉપરાંત હાલ "મરિચ્યાસન" માં સતત ૯ મિનિટ ૧૫ સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ટરનેશનલ બુક ઓફ એકસિલેનસ રેકોર્ડ માં ફરી થી સ્થાન મેળવ્યું છે. ટવીન્કલે જણાવ્યું હતું કે, યોગ વિશ્વ માનવ માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિના દ્વારા ખોલી નાખે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments