Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈથી અમદાવાદની અકાસા એરની પ્રથમ ફ્લાઈટ રવાના

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (08:43 IST)
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહે રવિવારે મુંબઈથી અમદાવાદની આકાસા એર (QP1101)ની પ્રથમ ફ્લાઇટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું.
 
જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે રાજ્યમંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, જનરલ (ડૉ.) વીકે સિંઘ (નિવૃત્ત) અને રાજીવ બંસલ, સચિવ MoCA સાથે દિલ્હીથી અકાસા એરની પ્રથમ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી જેણે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (T1)થી રવિવાર, ઓગસ્ટ 07, સવારે 10:05 વાગ્યે ઉડ્ડયન શરૂ કર્યુ હતું. ઉષા પાધી, સંયુક્ત સચિવ, MoCA, રાકેશ ઝુનઝુનવાલા સ્થાપક અકાસા એર, રેખા ઝુનઝુનવાલા અને શ્રી વિનય દુબે, સીઈઓ અને સ્થાપક, આકાસા એર, નીલુ ખત્રી સહ-સ્થાપક અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ અકાસા એર પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
 
જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું હતું કે “આજે ઉદ્ઘાટન ફ્લાઇટ ભારતના નાગરિક ઉડ્ડયનના ઇતિહાસમાં એક નવી સવાર છે. પ્રધાનમંત્રીના દૂરંદેશીભર્યા અને વિઝનરી ધ્યેય અને ઉત્સાહને કારણે જ આપણે ભારતમાં પહેલીવાર નાગરિક ઉડ્ડયનનું લોકશાહીકરણ જોયું છે. અગાઉ તે એક એવો ઉદ્યોગ હતો જેને ખૂબ જ ચુનંદા લોકો માટેનો માનવામાં આવતો હતો, પરંતુ હવે તેમના વિઝનને કારણે અમે છેલ્લા આઠ વર્ષમાં સુલભતા, ઉપલબ્ધતા પરવડે અને નાગરિક ઉડ્ડયનમાં સમાવેશના સંદર્ભમાં પરિવર્તન જોઈ રહ્યા છીએ જે આપણે પહેલાં ક્યારેય જોયું નથી. આ નવા વાતાવરણમાં હું અકાસા એરને આવકારવા માંગુ છું અને મને ખૂબ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અકાસા એર ચોક્કસપણે ખૂબ જ મહત્વપૂર્ણ નિશાન સિમાચિહ્ન સ્થાપશે.”
 
વધુમાં ઉમેર્યું હતું કે, “છેલ્લા આઠ વર્ષોમાં ભારતનો નાગરિક ઉડ્ડયન ઉદ્યોગ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. UDAN યોજના હેઠળ, અમારી પાસે 1000 રૂટના લક્ષ્યને પામવા માટે 425 રૂટ છે, 68 નવા એરપોર્ટથી 100 એરપોર્ટના લક્ષ્ય પાર પાડવા પ્રયત્નશીલ છીએ. આગામી 4 વર્ષમાં અમે ભારતમાં નાગરિક ઉડ્ડયન દ્વારા 40 કરોડ પ્રવાસીઓની અપેક્ષા રાખીએ છીએ. તે દિવસ દૂર નથી જ્યારે રેલ પરિવહન અને માર્ગ પરિવહનની સાથે નાગરિક ઉડ્ડયન ભારતમાં પરિવહનનું મુખ્ય કેન્દ્ર બનશે.
 
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી (જનરલ) ડૉ. વી.કે સિંહ (નિવૃત્ત) એ પણ અકાસા એરને અભિનંદન પાઠવ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસનો વીડિયો સંદેશ પણ વર્ચ્યુઅલ રીતે શેર કરવામાં આવ્યો હતો.
 
Akasa Air એ બોઇંગ મેક્સ - 8 એરક્રાફ્ટ સાથે મુંબઇ ખાતે કોર્પોરેટ હેડક્વાર્ટર ધરાવતા SNV એવિએશનના બ્રાન્ડ નામ સાથે 7મી શેડ્યૂલ એરલાઇન છે. અકાસા એર સિંગલ ફ્લીટ અને તમામ ઇકોનોમી સીટ સાથે ઓછી કિંમતની કેરિયર બનવાની યોજના ધરાવે છે. અકાસા એર આગામી પાંચ વર્ષમાં તેની પ્રવૃત્તિઓને 72 એરક્રાફ્ટ સુધી વિસ્તારવાનું આયોજન કરી રહી છે જે ભારતમાં સ્થાનિક ઉડ્ડયન સેવાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments