Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami 2021 - આ મહીને છે કૃષ્ણ જન્માષ્ટમી વ્રત જાણો તિથિ અને શુભ મૂહૂર્ત

Webdunia
સોમવાર, 23 ઑગસ્ટ 2021 (14:56 IST)
હિંદુ પંચાગ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભાદ્રપદ મહીના અને રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિ તેણે નક્ષત્રોમાં ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આ સમયે જન્માષ્ટમી 30 ઓગસ્ટને ઉજવાઈ રહી છે. શ્રાવણમાં આવતી આ મહીનામાં હરછઠ જે દિવસે બલરામનો જન્મ થયો હતો. ત્યારબાદ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. 
 
જન્માષ્ટમી ના દિવસે લોકો ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ મેળવવા માટે વ્રત રાખવાની સાથે જ ભજન અને વિધિ-વિધાનથી પૂજા કરે છે. જ્યોતિષીય મુજબ ભગવાન શ્રીકૃષ્ણના જન્મના સમયે રાત્રે 12 વાગ્યે 
 
અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર હતો. અષ્ટમી તિથિ 29 ઓગસ્ટ દિવસે રવિવારે રાત્રે 11 વાગીને 25 મિનિટથી શરૂ થશે. જે 30 ઓગસ્ટને રાત્રે 1 વાગીને 59 મિનિટ પર સમાપ્ત થશે. 
 
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
 
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
 
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
 
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
 
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
 
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
 
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
 
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
 
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
 
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
 
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
 
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
 
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
 
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
 
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
 
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
 
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
 
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
 
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
 
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
 
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
 
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
 
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
 
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
 
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
 
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
 
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
 
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
 
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

આગળનો લેખ
Show comments