Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL નાં ઈતિહાસમાં પહેલીવાર થયો આવો ચમત્કાર, પંજાબે ડીફેન્ડ કર્યો સૌથી ઓછો સ્કોર

Webdunia
મંગળવાર, 15 એપ્રિલ 2025 (23:20 IST)
IPL  2025 ની 31મી મેચમાં, પંજાબ કિંગ્સ એટલે કે PBKS ની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કમાલ કરી. પંજાબે રોમાંચક લો સ્કોરિંગ મેચમાં કોલકાતાને 16 રને હરાવીને નવો ઇતિહાસ રચ્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, યજમાન ટીમ પંજાબ ફક્ત 111 રનમાં જ આઉટ થઈ ગઈ. પંજાબનો એક પણ બેટ્સમેન ટકીને  રમી શક્યો નહીં. પ્રભસિમરને સૌથી વધુ 30 રનનું યોગદાન આપ્યું. કોલકાતા તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ લીધી. તે જ સમયે, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
 
પંજાબના 111 રનના જવાબમાં કોલકાતા 15.1 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ રીતે, પંજાબે IPLમાં સૌથી ઓછા સ્કોરનો ડીફેન્ડ કરવાની મહાન સિદ્ધિ હાંસલ કરી. આ પહેલા IPLમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કરવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો. CSK એ IPL 2009 માં 116/9 રનનો સ્કોર બચાવ્યો હતો. હવે પંજાબે CSKનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે IPLમાં સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ પણ પંજાબ કિંગ્સના નામે નોંધાયેલો છે. રસપ્રદ વાત એ છે કે પંજાબે આ મોટી સિદ્ધિ IPL 2024 માં જ કોલકાતા સામે કરી હતી. 
 
કલકત્તાના બેટ્સમેનોએ કર્યા નિરાશ 
પંજાબના સામાન્ય સ્કોરનો પીછો કરતી વખતે કોલકાતાના બેટ્સમેનોને પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા.  કોલકાતાના ઓપનર સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક પહેલી બે ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા. આ પછી, કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ બાજી સંભાળી અને સ્કોરને 62 રન સુધી પહોંચાડ્યો. આ પછી પંજાબના સ્પિનર ​​ચહલે પોતાના સ્પિન જાદુનો ઉપયોગ કર્યો અને પોતાની સતત બે ઓવરમાં રહાણે અને રઘુવંશીને આઉટ કર્યા. આ પછી, 11મી ઓવરમાં વેંકટેશ ઐયર મેક્સવેલનો શિકાર બન્યો. કોલકાતાની અડધી ટીમ 74 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી.

<

What a match, What a win Punjab Kings..

Punjab have done it...The lowest total successfully defended in IPL history!

Preity Zinta presented the POTM award to Yuzi Chahal.#PBKSvKKR #KKRvsPBKS
Russell Shreyas Iyer
Maxwell नेशनल हेराल्ड #nationalheraldcase#chahal Punjab Kings pic.twitter.com/BiKmfMjUJ7

— Adri Sharma (@viraltweet___) April 15, 2025 >
 
પંજાબના બોલરોએ કરી કમાલ 
મેક્સવેલ પછી 12મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ચહલે સતત 2 બોલમાં રિંકુ સિંહ અને રમનદીપ સિંહને  આઉટ કરીને કોલકાતાને બેકફૂટ પર ધકેલી દીધુ. આ પછી, માર્કો જેનસેને હર્ષિત રાણાને આઉટ કરીને પંજાબની જીતની આશા વધારી. કોલકાતાને વૈભવ અરોરાના રૂપમાં 9મો ફટકો પડ્યો. આ પછી, આન્દ્રે રસેલે કેટલાક મોટા શોટ રમીને મેચને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે માર્કો જેન્સને છેલ્લી વિકેટ લીધી અને પંજાબને રોમાંચક વિજય અપાવ્યો. કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. રઘુવંશીએ પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 4 વિકેટ લીધી. માર્કો જેનસેને ત્રણ વિકેટ લીધી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments