rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Match Batting - મેદાનમાં મેચ ચાલી રહી હતી, પરંતુ પડદા પાછળ રમત રમાઈ રહી હતી... CSK-KKR મેચ દરમિયાન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ

Match Batting
, રવિવાર, 13 એપ્રિલ 2025 (10:47 IST)
Match Batting- ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં પોલીસે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા બદલ નવ લોકોની ધરપકડ કરી હતી. એક પોલીસ અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી.
 
IPL મેચ પર સટ્ટો રમાડતા 9 લોકોની ધરપકડ
પોલીસ અધિક્ષક (શહેર) કુમાર રણવિજય સિંહે જણાવ્યું કે બાતમીદારની સૂચના પર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ શુક્રવારે સાંજે પોલીસ ટ્રેનિંગ કોલેજ પાસે સ્થિત એક મકાન પર દરોડો પાડ્યો અને સ્થળ પરથી 9 લોકોની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા લોકોમાં સુશીલ ઉર્ફે સુરેન્દ્ર, હેમંત કુમાર, અભિનવ, કૌશલ કપૂર, વિપુલ જુઆલ, મનોજ અરોરા, ધર્મેન્દ્ર કુમાર, રોહિત ગુપ્તા અને મોહમ્મદ શેહજાદેનો સમાવેશ થાય છે.
 
પોલીસ બુકીઓના નેટવર્કની તપાસ કરી રહી છે
અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન પોલીસે લગભગ 1.5 લાખ રૂપિયાની રોકડ, સ્માર્ટફોન, એટીએમ કાર્ડ, સટ્ટાબાજી સંબંધિત દસ્તાવેજો તેમજ એક પિસ્તોલ, 6 કારતૂસ, 32 બોરની રિવોલ્વર, 315 બોરના 7 કારતૂસ અને 9 પિસ્તોલ કારતૂસ જપ્ત કર્યા છે. તેમણે કહ્યું કે પોલીસ બુકીઓના નેટવર્કની તપાસ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ રાજ્યોમાં તાપમાન 43 ડિગ્રીની નજીક પહોંચ્યું, હીટવેવ એલર્ટ, વરસાદ