Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lockdownમાં વધી ગયુ છે રસોડાનુ કામ, આ ટિપ્સ આપશે આરામ

Webdunia
શનિવાર, 25 એપ્રિલ 2020 (12:30 IST)
ઘરમાં બંને ટાઈમનું ભોજન અને નાસ્તો એકલા હાથે બનાવવુ સહેલુ નથી. ખાસ કરીને જો બાકીનું કામ પણ તમારે જ કરવાનું છે, આવામાં તમે બધાની મદદ લો. તમે ઘરના જુદા જુદા સભ્યો પાસેથી ભોજનની તૈયારી પણ કરાવી શકો છો. ચાલો જાણીએ કે લોકડાઉન દરમિયાન ઘરકામ કેવી રીતે એકદમ સરળ બનાવી શકાય તેની ટિપ્સ 
 
1 તમે લસણની છોલવાનુ અને સલાદ સમારવા જેવુ કામ ઘરના અન્ય સભ્યો અથવા વૃદ્ધ મહિલાઓને પણ આપી શકો છો આ કાર્ય બેઠા બેઠા આરામથી કરી શકાય છે. 
 
2. શાકભાજી ધોવી કે બાફેલા બટાકા છોલવા વગેરે કામમાં બાળકો આરામથી તમારી મદદ કરી દેશે. ફળ છોલવાનુ કામ તમે કિશોર વયના બાળકોને આપો 
 
3. આદુ અને મરચાને બે ત્રણ દિવસના કાપીને પહેલાથી જ મુકી રાખો. 
 
4. પાલક, વટાણા કે કોઈ શાક જેને સાફ કરવામાં સમય લાગતો હોય તેને ટીવી જોતી વખતે લઈને બેસી જાવ અને બધા પાસેથી તે માટે મદદ લો. જેવી કે બધા મળીને વટાણા છોલે કે પછી ગવારના રેસા કાઢીને સાફ કરે કે મેથી-પાલક સાફ કરે. તમારુ કામ 10 મિનિટમાં થઈ જશે. 
 
5. લોટ બાંધવાનુ કામ તમે ઘરના અન્ય સભ્યો પાસેથી કરાવી શકો છો. આ રીતે તમારી રસોઈ બનાવવાની તૈયારી પહેલાથી જ થઈ જશે તો તમારુ ઘણુ કામ સરળ થઈ જશે. 
 
6. હાલ દરેકને વાસણો જાતે જ સાફ કરવા પડે છે. તેવામાં તમે જમતા પહેલા વધારાના વાસણ સાફ કરી લો અને દરેકને પોતાની થાળી ગ્લાસ વાડકી સાફ કરીને મુકવાનુ પણ કહી શકો છો.  
 
7. બાળકોને જમીને ડાઈનિંગ ટેબલ સાફ કરવાની ટેવ પાડશો તો તમારુ કામ પણ ઓછુ થઈ જશે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Tuesday Remedies: આજે મંગળવારે કરો આ 1 ઉપાય, તમને દેવાના બોજમાંથી મળશે મુક્તિ

Rishi Panchami Vrat 2024: જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

Rishi Panchami 2024 Vra Katha - ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત કથા જુઓ વીડિયો

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments