Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રિઝમાં આવતી દુર્ગંધથી ત્રાસી ગયા છો ? તો આટલુ અજમાવી જુઓ

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (11:53 IST)
દરેક વસ્તુઓ ઢાંકીને મુકો : ફ્રિઝ એ કોઈ પણ વસ્તુ કે ખાદ્યપદાર્થ મૂકી દેવા માટેનું કબાટ નથી. એટલે ફ્રિઝમાં મૂકવા યોગ્ય વસ્તુઓ જ મૂકવી. જ્યારે પણ ફ્રિઝમાં કંઇ પણ મૂકો ત્યારે તેને બરાબર બંધ કરીને મૂકો. આમ કરવાથી વસ્તુની સ્મેલ આખા ફ્રિઝમાં નહીં ફેલાઈ જાય.
 
વસ્તુઓ યોગ્ય ખાનામાં મૂકો : ફ્રિઝમાં શાકભાજી, બટર, ચોકલેટ, માખણ, ઇંડાં, કોલ્ડડ્રિંક્સ માટે અલગ અલગ ખાનાની વ્યવસ્થા હોય જ છે. એટલે આડેધડ વસ્તુઓ મૂકવાને બદલે યોગ્ય ખાનામાં યોગ્ય વસ્તુઓ અને ખાદ્યપદાર્થ મૂકવા. શાકભાજી સાથે ચોકલેટ કે રાંધેલો ખોરાક વગેરે મૂકશો તો આ બધી વસ્તુઓની સ્મેલ ભેગી થઇને ફ્રિઝમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે.
વાસી ખોરાક ન રાખવો : ફ્રિઝમાં ક્યારેય પણ બે-ત્રણ દિવસનો વાસી ખોરાક ન રાખવો જોઈએ. તેમાં બેક્ટેરિયા તો ઉત્પન્ન થાય છે અને ફ્રિઝમાંથી વાસ પણ આવે છે.
 
દુર્ગંધ દૂર કરવા આટલુ કરો : બેકિંગ સોડા રસોડા માટે ખૂબ જ ઉપયોગી પાઉડર છે. કોઈ પણ વાસણની સફાઇ તે સરળતાથી કરે છે. એક કપમાં થોડો બેકિંગ સોડા ભરીને રાખી મૂકવો. આમ કરવાથી ફ્રિઝમાંથી આવતી બધી વાસ દૂર થઈ જાય છે.
આ ઉપરાંત જેમ તમે ફ્રિઝને રોજ બહારથી સાફ કરો છો તેમ અંદરથી પણ સફાઈ કરવી જોઈએ. ફ્રિઝને દર પંદરથી વીસ દિવસે વ્યવસ્થિત સાફ કરવું જોઈએ. જો ફ્રિઝને ઘણાં વર્ષો થઈ ગયાં હોય અને તે જાતે ડિફ્રોસ્ટ ન થતું હોય તો તેને મેન્યુઅલી ડિફ્રોસ્ટ કરવાનું રાખો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારતમાં સંભળાય રહ્યો છે નેપાળ જેવી તબાહીનો પગરવ.. 40 સ્થળો પર મંડરાય રહ્યો છે કાળ, 7 પર તો યમરાજ કુંડળી મારીને બેસ્યા છે

14,000,000 લોકોના જીવ જોખમમાં, મુંબઈ અને કોલકાતા સમુદ્રમાં ડૂબી શકે છે, યુએન રિપોર્ટ વાંચો

પત્નીના અફેરની જાસૂસી કરવી મોંઘી સાબિત થઈ, કોર્ટે ભારે દંડ ફટકાર્યો અને જેલમાં મોકલી દીધો; ટૂથબ્રશથી શંકા જાગી

24-25 ઓગસ્ટથી સોનાના ભાવમાં 8,900 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 13,000 રૂપિયાનો ઘટાડો થયો

આ અઠવાડિયે લૉન્ચ થશે Kia Sorento, શુ રહેશે તેની ખાસિયત અને કેટલી હોઈ રહેશે કિમંત ?

વધુ જુઓ..

ધર્મ

જન્માષ્ટમી 2026: ભગવાન શ્રીકૃષ્ણને કેમ ધરાવવામાં આવે છે 56 ભોગ? જાણો તેની પાછળની રસપ્રદ કથા

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી lyrics

જન્માષ્ટમી ડેકોરેશનના સરળ અને સુંદર આઇડિયા

Janmashtami 2026 Durlabh Sanyog: જન્માષ્ટમી પર બની રહ્યો છે દ્વાપર યુગવાળો દુર્લભ સંયોગ, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભના ચંદ્રમામાં ઉજવાશે કાનુડાનો હેપી બર્થડે

જન્માષ્ટમી પર ઘરે બનાવો મથુરા પેડા, તેનો સ્વાદ એવો છે કે તમે તેને અસલી કરતા ઓછો નહીં માનો.

આગળનો લેખ
Show comments