Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Cleaning Hacks ઘરની સાફ સફાઈ માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

Cleaning Hacks ઘરની સાફ સફાઈ માટે આટલા ઉપાયો અજમાવી જુઓ
, રવિવાર, 21 નવેમ્બર 2021 (13:58 IST)
ઘરની સાફ સફાઈમાં આપણે બજારમાંથી મોંઘા પાવડર ફિનાઈલ વગેરે લાવીએ છીએ. પણ શુ આપ જાણો છો ઘણીવાર ઘરમાં હાજર રોજીંદા જીવનમાં ઉપયોગી નાની નાની 
 
વસ્તુઓ પણ તમારા કિચન અને ઘરને ચમકાવી શકે છે. અહી અમે આવી જ કેટલીક ઘરેલુ ટિપ્સ આપી રહ્યા છે જેને અજમાવી જુઓ.
 
લીંબુ સફાઇમાં અગ્રેસર : લીંબુ ખટાશયુક્ત ફળ હોવાથી તેની મદદથી તેલના ડાઘ અને જમા થયેલી ગંદકી સારી રીતે દૂર થઈ શકે છે. આ ઉપરાતં લીંબુનો રસ તો ત્વચાની 
 
રંગત પણ નિખારે છે.
 
દરેક પ્રકારની ચિકાશ દૂર કરવા : સરકો એ ચિકાશને દૂર કરે છે. રસોડામાં કે બાથરૂમમાં જામેલી ચિકાશ દૂર કરવા એક નરમ રૂમાલને સરકામાં બોળીને તેની મદદથી ટાઇલ્સ 
 
સાફ કરી શકાય. વધારે મેલાં થયેલાં કપડાં બોળતી વખતે પાણીમાં થોડો સરકો ઉમેરી દેશો તો એમ કરવાથી કપડાં ચોખ્ખાં થઈ જશે.
 
સફાઇ માટે જરૂરી બ્લિચિંગ પાઉડર : બાથરૂમ તથા ટોઇલેટની ટાઇલ્સ સાફ કરવા માટે સ્ત્રીઓએ એસિડને બદલે બ્લિચિંગનો જ ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને દાઝવાનો ભય ઓછો રહે. તમે પોતું કરવામાં પણ દર ત્રણેક દિવસે બ્લિચિંગનો ઉપયોગ કરી શકો છો.
 
દુર્ગંધ દૂર કરવા બેકિંગ સોડા : ઘરની સ્વચ્છતા જાળવવામાં બેકિંગ સોડા પણ અગત્યની વસ્તુ છે. બેકિંગ સોડાનો ઉપયોગ કરવાતી રસોડામાં રહેલી વાસ દૂર થઈ જાય છે. 
 
જ્યારે તળેલી વસ્તુ બનાવી હોય અને તેની સ્મેલ આખા ઘરમાં ફેલાઈ જતી હોય અથવા તો ડુંગળી કે લસણ અને કેટલાક મસાલાની તીવ્ર વાસ દૂર કરવી હોય તો પાણીમાં 
 
બેકિંગ સોડા ઉમેરીને સફાઈ કરવી જોઈએ.
 
પીવાની સાથે સફાઇમાં ઉપયોગી કોલ્ડડ્રિંક્સ : કોલ્ડડ્રિંકસ કે કોલાડ્રિંક્સ નામે જાણીતા ઠંડાં પીણાંની મદદથી બાથટબ, સિંક, ટોઇલેટ પોટની સફાઈ કરી શકાય છે. કોલ્ડડ્રિંકથી 
 
સફાઈ કરવી હોય તો તેને સિંક, ટોઇલેટ પોટ કે બાથટબમાં રેડીને 20- 25 મિનિટ માટે રહેવા દેવું . ત્યાર બાદ બ્રશથી સાફ કરી નાખવું.
 
કાટને દૂર કરશે બટાકા : બટાકા શાકમાં તો ઘણા બધાના પ્રિય છે પરંતુ આ જ બટાકા કાટનો દુશ્મન નંબર એક છે. કોઇ પણ વાસણને કાટ લાગ્યો હોય ત્યારે બટાકો ઘસીને તે 
 
કાટ દૂર કરી શકાય છે. બટાકામાં રહેલો ઓક્ઝેલિક એસિડ કાટને દૂર કરે છે. બટાકાની મદદથી કાચ અને સિલ્વરના વાસણોની સાફસફાઈ સરળતાથી થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

40 પાર કર્યા પછી ચેહરા પર નિખાર માટે છે 3 હોમમેડ ફેસ પેક