Biodata Maker

Holi Upay 2022- નોકરી, પૈસા અને લગ્ન સાથે જોડાયેલ દરેક પરેશાની દૂર કરવા હોળી પર કરો આ ઉપાય,

Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2022 (14:23 IST)
આજે અમે આપને બતાવી રહ્યા છીએ હોળીના દિવસે કરવામાં આવતા એવા કેટલાક ઉપાયો જેને કરવાથી તમારા જીવનમાં પૈસો આવશે અને તમારી દરેક પરેશાની દૂર થશે
 
ભારતમાં હોળી અને દિવાળી એવા બે તહેવાર છે જેન દરમિયાન પોઝિટીવ વાઈબસ ખૂબ એક્ટિવ હોય છે. આવામાં આ દરમિયાન કરવામાં આવેલ ઉપાય તમારા જીવન અને ભાગ્ય બંનેને બદલી નાખે છે. આવો જાણીએ હોળીના પવિત્ર તહેવાર પર વાસ્તુના કેટલક ખાસ ઉપાય
 
પ્રથમ ઉપાય
હોળી રમતા જતા પહેલા એક નારિયળ લો તેના પર સિંદૂર લગાવો. તેને ધૂપ બતાવો અને 4 થી 5 ડ્રાયફ્રુટ્સ નાખીને નારિયળને લાલ કપડામાં બાંધી લો. આ નારિયળને ઘરના મંદિરમાં મુકીને મા લક્ષ્મીને તમારા ઘરમાં કાયમ માટે વાસ કરવાની પ્રાર્થના કરો. ત્યારબાદ એ નારિયલને તમારી ઓફિસ કે કામ કરવાના સ્થાન પર મુકી દો. આવુ કરવાથી ધન સાથે જોડાયેલ દરેક પરેશાનીઓ થોડાક જ દિવસમાં દૂર થઈ જશે.
 
બીજો ઉપાય - જો તમે ઈચ્છો છો કે તમારી સાથે જોડાયેલ દરેક સંબંધ સાથે
તમારો સંબંધ સારી બન્યા રહે. તો હોલિકા દહનની રાત્રે 1 પાનનુ પત્તુ, 7 ગોમતી ચક્ર, 2 લવિંગ અને કેટલાક પતાશા પુજામાં મુકો.હોલિકા દહનની 7 વાર પરિક્રમા કરો. દરેક પરિક્રમા સમયે 1 ગોમતી ચક્ર અગ્નિમાં નાખતા જાવ આવુ કરવાથી આખુ વર્ષ તમારા રિલેશન બધા સાથે સારા બન્યા રહેશે.
 
ત્રીજો ઉપાય
જો તમે કોઈ ખાસ વ્યક્તિના દિલમાં તમારુ સ્થાન બનાવવા માંગો છો તો એ વ્યક્તિને પર્પલ કે પછી ઓરેંજ રંગ લગાવો. વ્યક્તિ ચાહે તો મિત્ર હોય કે કોઈ સંબંધી કે પછી તમારો થનારો જીવનસાથી. હોળીના આ રંગ તમારા જીવનને ખુશીઓના રંગથી ભરી દેશે.
 
ચોથો ઉપાય
રંગ બેરંગી રંગ ઉપરાંત સૂરજમુખીના ફુલો સાથે પણ હોળી જરૂર રમો. આ ફુલો સાથે ઘરના વડીલો સાથે હોળી રમો સાથે જ મંદિર જઈને ભગવાન રાધા-કૃષ્ણની સાથે પણ જરૂર રમો. આવુ કરવાથી તમારા આવનારા જીવનમાં અનેક ખુશ ખબર સાંભળવા મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

Women's Day 2024:મહિલા દિવસ પર જુઓ નારી સશક્તિકરણ પર આધારિત આ ખાસ ફિલ્મો

PHOTOS / અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીની 15 લેટેસ્ટ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરૂખ, સલમાન અને આમિર ખાન, ત્રણેય ખાને સાથે ડાન્સ કર્યો હતો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી રમૂજી જોક્સ- કૂતરો કરડ્યો છે

બાળકોના જોકસ

ગુજરાતી જોક્સ- યાદ રાખવું આટલું સરળ હોત

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments