Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Holi 2022: હોળીથી પહેલા કરો આ ખાસ અને સરળ ઉપાય આર્થિક પરેશાનીથી છુટકારો મળશે

Holi 2022: હોળીથી પહેલા કરો આ ખાસ અને સરળ ઉપાય આર્થિક પરેશાનીથી છુટકારો મળશે
, શુક્રવાર, 4 માર્ચ 2022 (19:07 IST)
હોળી 2022 (Holi 2022) નો તહેવાર લોકોના જીવનમાં ખુશી અને જોશ લઈને આવે છે. હિંદુ ધર્મમાં હોળીનો ખૂબ મહત્વ હોય છે. આ ફાગણ મહીનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ વખતે હોળી 18 માર્ચને છે. હોળી 18 માર્ચે ખૂબ ધૂમધામથી ઉજવાશે. તેમજ હોળિકા દહન 17 માર્ચને કરાશે. આ દિવસે લોકો વિધિથી પૂજા પાઠ કરે છે . એવુ માનવુ છે કે આવુ કરવાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે તેમને દરેક કામમાં સફળતા મળે છે. હોળિકા દહનના દિવસને નાની હોળીથી પણ ઑળખાય છે. 
 
જ્યોતિષશાત્રની માનીએ તો આદિવસે જુદા-જુદા પ્રકારના ઉપાય કરવાથી જીવનની બધી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
નોકરી અને ધંધા માટે 
નહાવા-ધોયા પછી સાફ કપડા પહેરીને હોલિકા દહન કરવું. ત્યારબાદ એક નારિયેળ લો તેને તમારા અને તમારી ફેમિલી પરથી સાત વાર ઉતારીને હોળિકા દહનની આગમાં આ નારિયેળ નાખી દો. ત્યારબાદ હોળિકાની પરિક્રમા કરવી. ત્યારબાદ ભગવાનને ફળ કે મિઠાઈનો ભોગ લગાવો. તેનાથી નોકરી અને ધંધામાં આવી રહી બધી પરેશાનીઓ દૂર થશે. 
 
આર્થિક પરેશાની થશે દૂર 
હોળિકા દહનના દિવસે અળસી, ઘઉં, વટાણા અને ચણાને અગ્નિમાં નાખવાથી ધનની અછત દૂર થાય છે. હોળીના દિવસે મોતી શંખને સ્નાન કરીને તેની પૂજા કરવી. પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. બધા જાણે છે કે હોળીના તહેવારની શરૂઆત હોલિકા દહનથી થાય છે. જો તમે તમારા પરિવારમાં શાંતિ ઈચ્છો છો
તેની સાથે જ જો તમે આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માંગતા હોવ તો હોલિકા દહનના દિવસે પ્રસાદ તરીકે બદામ અને મીઠાઈઓ ચઢાવો.
 
ગરીબોને દાન કરો
આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમને સારું સ્વાસ્થ્ય, સંપત્તિ અને શાંતિ આપે છે. તેથી આ દિવસે ગરીબો લોકોને દાન જરૂર કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Holi Katha- હોળીની પ્રચલિત કથા