deewali
✕

મસાલેદાર વડાપાવ રેસીપી

Webdunia
શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2026 (17:59 IST)
Vadapav recipe
વડાપાવ મહારાષ્ટ્રની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વાનગી છે. મસાલેદાર બટેટા વડા, ચટણી અને નરમ પાવનું કોમ્બિનેશન દરેકને પસંદ આવે છે. ઘરે સરળતાથી વડાપાવ બનાવવા માટે આ રીત અજમાવો.

સામગ્રી

વડા માટે:
 
4-5 બટેટા, બાફેલા
1-2 લીલા મરચાં, બારીક સમારેલા
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
½ ચમચી રાઈ
½ ચમચી જીરું
ચપટી હિંગ
½ ચમચી હળદર
1-2 ચમચી લીલી કોથમીર
મીઠું સ્વાદ મુજબ
તેલ તળવા માટે
 
ખીરા માટે:
 
1 કપ ચણાનો લોટ
¼ ચમચી હળદર
ચપટી હિંગ
મીઠું સ્વાદ મુજબ
જરૂર મુજબ પાણી
 
વડાપાવ માટે:
 
6-8 પાવ
લીલી ચટણી
લસણની સૂકી ચટણી
મીઠી ચટણી, જરૂર મુજબ
બનાવવાની રીત
 
સૌપ્રથમ બાફેલા બટેટાની છાલ ઉતારી તેને સારી રીતે મેશ કરી લો.
 
કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો. રાઈ તડતડે એટલે લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ હળદર નાખીને મેશ કરેલા બટેટા ઉમેરો.
 
તેમાં મીઠું અને સમારેલી કોથમીર નાખીને બધું સારી રીતે મિક્સ કરો. મિશ્રણ થોડું ઠંડું થાય પછી તેના સમાન કદના ગોળા બનાવી લો.
 
હવે એક વાસણમાં ચણાનો લોટ, હળદર, હિંગ અને મીઠું લો. તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો.
 
કડાઈમાં તેલ ગરમ કરો. બટેટાના ગોળાને ચણાના લોટના ખીરામાં ડૂબાડીને ગરમ તેલમાં નાખો. વડા સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
 
હવે પાવને વચ્ચેથી કાપીને તેના પર લીલી ચટણી, મીઠી ચટણી અને લસણની સૂકી ચટણી લગાવો. વચ્ચે ગરમાગરમ બટેટા વડો મૂકો.

Related News

વધુ જુઓ..

જરૂર વાંચો

ચક્રવાત અર્નબે તબાહી મચાવી, ઓડિશામાં 59,000 લોકો બેઘર થયા, 36 ટ્રેનો રદ થઈ અને આંધ્રપ્રદેશને ₹4,600 કરોડનું નુકસાન થયું

Share Market Today: શેરબજારમાં હળવી મજબૂતી, સેન્સેક્સ 74,230 ને પાર, આ કંપનીના શેર 8% ઘટ્યા

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ LIVE: બનાસ ડેયરીમાં રોડ શો કરી રહ્યા છે પીએમ, રાજ્યને આપશે 14 હજાર કરોડની સીમા

કરવા ચોથ પર ચંદ્ર દેખાતા જ ચાંદીના ભાવ ઘટીને ₹1.90 લાખથી નીચે આવી ગયા

'સુપર અલ નીનો' ભારત સહિત વિશ્વમાં તીવ્ર ગરમી લાવશે તેવી શક્યતા સાથે, 350,000 લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3૦ ઓક્ટોબર 2026

Pushya Nakshatra 2026: દિવાળી પહેલા ખરીદીનુ મહામુહૂર્ત પુષ્ય નક્ષત્ર ક્યારે છે ? જાણો આ દિવસે શુભ મુહુર્તમાં શુ ખરીદવુ

Karwa Chauth Vrat Katha - કરવા ચોથ વ્રત કથા (સાંભળો વીડિયો)

આજનુ પંચાગ - 29 ઓક્ટોબર 2026

Karwa Chauth Wishes in Gujarati - કરવા ચોથના રોમાંટિક મેસેજ, શાયરી અને ક્વોટ્સ દ્વારા આપો કરવા ચોથની શુભેચ્છા

આગળનો લેખ
Show comments