Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૌષ્ટિક ફણગાવેલી મઠની ઉસળ બનાવવાની રીત

Spicy Matki Usal
મહારાષ્ટ્રની લોકપ્રિય વાનગી મઠની ઉસળ સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. ફણગાવેલી મઠ (મોથ બીન્સ)માંથી બનતી આ ઉસળમાં મસાલાનો ચટાકો અને લીલા મસાલાની સુગંધ તેનો સ્વાદ વધારે છે. તેને નાસ્તામાં, બપોરના ભોજનમાં કે રોટલી સાથે સર્વ કરી શકાય છે.

જરૂરી સામગ્રી

- ફણગાવેલી મઠ – 2 કપ
- બારીક સમારેલી ડુંગળી – 2 નંગ
- ટામેટાં – 1 નંગ
- આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
- લીલાં મરચાં – 2 નંગ
- રાઈ – 1/2 ચમચી
- જીરું – 1/2 ચમચી
- હળદર – 1/4 ચમચી
- લાલ મરચું પાઉડર – 1 ચમચી
- ગરમ મસાલો – 1/2 ચમચી
- ગોડા મસાલો અથવા કાળા મસાલો – 1 ચમચી
- હિંગ – 1 ચપટી
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ – 2 ચમચી
- લીંબુનો રસ – 1 ચમચી
- સમારેલી કોથમીર – 2 ચમચી
- છીણેલું નારિયેળ – 2 ચમચી
- પાણી – જરૂર મુજબ
મઠની ઉસળ બનાવવાની રીત
1. સૌથી પહેલાં ફણગાવેલી મઠને ધોઈ લો. હવે તેને કૂકરમાં થોડું પાણી, હળદર અને મીઠું નાખીને 1-2 સીટી થાય ત્યાં સુધી બાફી લો. મઠ બહુ વધારે ગળી ન જાય તેનું ધ્યાન રાખો.
 
2. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો. ત્યારબાદ બારીક સમારેલી ડુંગળી નાખીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
 
3. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલાં મરચાં નાખીને બરાબર સાંતળો. ત્યારબાદ સમારેલા ટામેટાં ઉમેરીને નરમ થાય ત્યાં સુધી પકાવો.
 
4. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો અને ગોડા મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો.
 
5. તૈયાર મસાલામાં બાફેલી મઠ ઉમેરો અને બરાબર હલાવો. જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ તાપે 5-7 મિનિટ સુધી ઉકળવા દો.
 
6. છેલ્લે તેમાં લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરો. ઉપરથી છીણેલું નારિયેળ ભભરાવી ગેસ બંધ કરી દો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાયાબિટીસના દર્દીએ નાસ્તામાં શુ ખાવુ જોઈએ, સવારે બ્લડ શુગરને કેવી રીતે કરશો કંટ્રોલ