suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયાબિટીસના દર્દીએ નાસ્તામાં શુ ખાવુ જોઈએ, સવારે બ્લડ શુગરને કેવી રીતે કરશો કંટ્રોલ

Diabetes For Breakfast
Diabetes For Breakfast
સવારની શરૂઆત ભાગદોડ સાથે થાય છે અને ઓફિસ પહોચતા જ તમારુ કશુ પણ ખાવા પીવાનુ રૂટિન શરૂ થઈ જાય છે.  કોઈ ચા સાથે સમોસા ખાય છે તો કોઈ બ્રેડ પકોડા પસંદ કરે છે. આ નાસ્તો સહેલાઈથી અને જલ્દી બનનારો છે. પણ શુ તમે જાણો છો કે સવારે આ વસ્તુઓનુ સેવન હેલ્થ માટે મુસીબત ઉભુ કરવા જેવુ છે. ખાસ કરીને જો તમે ડાયાબીટિસના દર્દી છો તો તમારે સવારે નાસ્તામા સમજી વિચારીને ખાવુ જોઈએ. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીએ નાસ્તો પસંદ કરતી વખતે કઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ અને  તમારી  સવારની આદતો તમારા બ્લડ શુગર પર કેવી અસર નાખે છે તેના વિશે.  

સવારે બ્લડ શુગર કેમ વધી જાય છે?

નિષ્ણાતોના મતે, સવારે ઊઠવાના સમયે આપણું શરીર કુદરતી રીતે કોર્ટિસોલ અને ગ્રોથ હોર્મોન જેવા હોર્મોન્સ છોડે છે, જે શરીરને જાગવા અને દિવસભર કામ કરવા માટે ઊર્જા પૂરી પાડે છે. આ હોર્મોન્સને કારણે લિવર (યકૃત) લોહીમાં વધારે ગ્લુકોઝ (શુગર) છોડે છે અને થોડા સમય માટે શરીરમાં ઇન્સ્યુલિનની અસર ઓછી થઈ જાય છે. સામાન્ય વ્યક્તિનું શરીર આ વધારાની શુગરને સંભાળી લે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓમાં ઇન્સ્યુલિનની કમી હોવાથી સવારે ખાલી પેટે (ફાસ્ટિંગ) બ્લડ શુગરનું સ્તર વધી જાય છે.
 

સવારે ઉઠતા જ શુ પીવુ જોઈએ ?

 
મુદ્દો એ નથી કે તમે સવારે ચા પીઓ છો કે કોફી. તમે તેમાં શું ઉમેરો છો અને તેની સાથે શું ખાઓ છો તે મહત્વનું છે. બિસ્કિટ સાથે મીઠી ચા કે કોફી પીવી નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે શુગર અને શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઝડપથી વધારી શકે છે, ખાસ કરીને ખાલી પેટે.  
 

ડાયાબિટીસ હોય તો નાસ્તામાં શુ ખાવુ ?

 
મોટાભાગના લોકો નાસ્તામાં કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખોરાક જેમ કે બ્રેડ, પરાઠા, જ્યુસ, મીઠા અનાજ અને પુષ્કળ પ્રમાણમાં રિફાઇન્ડ લોટ ખાય છે. તેના બદલે, તમારે સંતુલિત નાસ્તો કરવો જોઈએ. નાસ્તામાં ઈંડા, પનીર, દહીં, ફણગાવેલા કઠોળ, ચણાનો લોટ અથવા મગના ચીલા, શેકેલા શાકભાજી, બદામ અને આખા અનાજ ખાવ. વધુ પ્રોટીન અને ફાઇબર ખાઓ. આ પેટ ભરેલું રાખે છે અને ગ્લુકોઝ પ્રતિભાવને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ફળોનો રસ પીવાને બદલે આખા ફળ ખાવ. આ ફાઇબર આપશે, જે ધીમે ધીમે બ્લડ સુગર વધારવામાં મદદ કરે છે.

નાસ્તો કર્યા પછી શુ કરવુ જોઈએ ?

 
જો નાસ્તો કર્યા બાદ થોડી વાર ફરો છો તો આ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ સારુ છે. વધુ વાર સુધી બેસવાથી બચવુ જોઈએ જેનાથી મસલ્સને ગ્લુકોઝ ઉપયોગ કરવામાં મદદ મળી શકે છે અને જમ્યા પછી ગ્લુકોઝના લેવલને ઓછુ કરી શકાય છે. રેગુલર ફિઝિકલ એક્ટિવિટીથી સમય સાથે ઈંસુલિંગ સેંસિટીવિટી પણ સારી થાય છે.  નાસ્તો કર્યા બાદ કેટલીક હળવી મૂવમેંટ કરવાની કોશિશ કરો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી