Publish Date: Fri, 18 Sep 2026 (17:09 IST)
Updated Date: Fri, 18 Sep 2026 (17:13 IST)
ચોખાની ખસ્તા પુરી રેસીપી
નાસ્તામાં કંઈક સ્વાદિષ્ટ અને અલગ ટ્રાય કરવું હોય તો ચોખાની ખસ્તા પુરી બનાવી શકો છો. આ પુરી અથાણું અને ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
સામગ્રી:
ચોખાનો લોટ – 1 કપ
ઘઉંનો લોટ – ½ કપ
અજમો – ½ ચમચી
મીઠું – સ્વાદ મુજબ
તેલ – 2 ચમચી + તળવા માટે
પાણી – જરૂર મુજબ
બનાવવાની રીત:
ચોખાનો લોટ, ઘઉંનો લોટ, અજમો, મીઠું અને તેલ મિક્સ કરો. થોડું-થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધો. નાના લૂઆ બનાવી પુરી વણી લો. ગરમ તેલમાં મધ્યમ આંચ પર પુરીને કરકરી અને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ચોખાની ખસ્તા પુરી! તેને ગરમ ચા અને અથાણાં સાથે સર્વ કરો.