Publish Date: Tue, 19 May 2026 (13:52 IST)
Updated Date: Mon, 18 May 2026 (14:06 IST)
સામગ્રી
250 ગ્રામ ગલકા
1 બટાકો (ઇચ્છા મુજબ)
2 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઈ
1/2 ટીસ્પૂન જીરુ
ચપટી હીંગ
1 લીલું મરચું સમારેલું
1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
1 ટીસ્પૂન ધાણા-જીરુ પાવડર
મીઠું સ્વાદ મુજબ
થોડું ગોળ
લીલા ધાણા સજાવટ માટે
બનાવવાની રીત
ગલકાને ધોઈ નાના ટુકડામાં સમારી લો.
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરુ અને હીંગનો વઘાર કરો.
તેમાં લીલું મરચું ઉમેરો.
હવે બટાકા અને ગલકા ઉમેરી 2 મિનિટ સાંતળો.
હળદર, મરચું પાવડર, ધાણા-જીરુ અને મીઠું ઉમેરો.
થોડું પાણી અને ગોળ ઉમેરી ઢાંકણ મૂકી ધીમા તાપે રાંધી લો.
શાક નરમ થઈ જાય પછી લીલા ધાણા નાખી ગરમાગરમ સર્વ કરો.
પીરસવાની રીત
રોટલી, ભાખરી અથવા દાળ-ભાત સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે.
ઉપરથી થોડું લીંબુ નાખવાથી વધુ ટેસ્ટી લાગે છે.
Edited By- Monica Sahu