Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વાદિષ્ટ રીંગણ સ્ટૂ બનાવવાની રીત/ રીંગણ નો ઓળો

Brinjal Bharata
રીંગણ નો ઓળો બનાવવાની રીત / સ્વાદિષ્ટ રીંગણ સ્ટૂ બનાવવાની રીત

સામગ્રી:

4 નાના રીંગણ (બૈંગન)
1 ડુંગળી બારીક સમારેલી
2 ટામેટાં સમારેલા
1 બટાકો કટકા કરેલો
2 લીલા મરચાં
1 ચમચી આદુ-લસણ પેસ્ટ
1/2 કપ નાળિયેરનું દૂધ અથવા સામાન્ય દૂધ
2 ચમચી તેલ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરુ
થોડાં કરી પત્તા
1/4 ચમચી હળદર
1 ચમચી ધાણા-જીરુ પાઉડર
મીઠું સ્વાદ મુજબ
લીલા ધાણા સજાવટ માટે
ALSO READ: Viral Recipe- તાજગી આપનારું કાકડી મિન્ટ કૂલર

બનાવવાની રીત:

પહેલા રીંગણને ધોઈ મધ્યમાં કાપ લગાવી પાણીમાં રાખો જેથી કાળા ન પડે.
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરુ અને કરી પત્તા તડકાવો.
હવે ડુંગળી ઉમેરો અને હળવી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
પછી આદુ-લસણ પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી સાંતળો.

હવે ટામેટાં, હળદર, ધાણા-જીરુ પાઉડર અને મીઠું ઉમેરી મસાલો તૈયાર કરો.
બટાકા અને રીંગણ ઉમેરો. થોડું પાણી નાખી ઢાંકણ મૂકી 10-15 મિનિટ સુધી રંધાવો.
શાક સારી રીતે બફાઈ જાય પછી નાળિયેરનું દૂધ ઉમેરો અને 2 મિનિટ ધીમા તાપે ઉકાળો.
ઉપરથી લીલા ધાણા નાખી ગરમાગરમ સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Friday Suvichar in Gujarati - શુક્રવારના સુવિચાર