Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાપાન બનાવી રહ્યુ છે એક એવી 70 માળની ઈમારત, જેને ભૂકંપ પણ નહી હલાવી શકે..

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (15:57 IST)
આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણથી પરેશાન છે. આવામાં જાપાને ખુદને લીલુછમ રાખવા માટે નવી યોજના પર કામ શરૂ કરી દીધુ છે. તે દુનિયાની સૌથી ઊંચી લાકડીની ઈમારત બનાવવા જઈ રહ્યુ છે.  ટોકિયોમાં બનનારી 70 માળની આ બિલ્ડિંગમાં ઘર, ઓફિસ, દુકાન અને હોટલ પણ હશે.  આ પ્રોજેક્ટ દ્વારા જાપાન પોતાની રાજધાનીને પર્યાવરણ હિતેચ્છુ શહેરમાં બદલવા માંગે છે.  ભારે ભરકમ રોકાણ ધરાવતો આ પ્રોજેક્ટ 20141માં પુરો થશે. 
ભૂકંપમાં પણ રહેશે સુરક્ષિત 
 
ઉલ્લેખનીય છે કે જાપાન ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે. આવામાં લાકડીની ઈમારત બનાવવી એક સારુ પગલુ રહેશે.  આ બિલ્ડિંગ સ્ટીલ અને સીમેંટથી બનતી બિલ્ડિંગ કરતા ખૂબ હલકી હોય છે. લાકડી લચીલી હોવાને કારણે આ જમીનની અંદર થનારા કોઈપણ કંપનને શોષી લે છે. તેથી ભૂકંપમાં લાકડીની ઈમારત પડી જવાની કે નુકશાન થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.  આ ઈમારતને ટ્યૂબના આકારમાં બનાવવામાં આવશે મતલબ ઈમારત વચ્ચેથી ખાલી રહેશે. જેને કારણે તે ખૂબ ઝડપી વાવાઝોડામાં પણ સ્થિર ઉભી રહેશે. 
 
લાકડી તરફ વળી રહ્યુ છે જાપાન 
 
જાપાનમાં લાકડીના ઘર બનાવવાનુ ચલન દસકો જૂનુ છે. જો કે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જ્યારે જાપાન પર થયેલ બોમ્બ હુમલામાં આખુ શહેર બરબાદ થઈ ગયુ ત્યારે જાપાને ઘર બનાવવા માટે લાકડીના ઉપયોગ પર રોક લગાવી દીધી. હવે જઈને સરકારે આ રોકમાં ઢીલ આપી છે. 2020માં થનારા ઓલંપિક રમતો માટે ટોકિયોમાં બની રહેલ સ્ટેડિયમની ડિઝાઈનમાં પણ લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
પ્રોજેક્ટ ડબલ્યૂ350 
 
- આ પ્રોજેક્ટને તેના ઊંચાઈના નામ પર પ્રોજેક્ટ ડબલ્યૂ350 નામ આપવામાં આવ્યુ છે. 
- આ 90 ટકા લાકડીથી બનશે. સ્ટીલનો ઉપયોગ માત્ર દસ ટકા થશે. 
- તેની અગાશી પર બગીચા અને બાલકનીમાં મોટી સંખ્યામાં છોડ લગાવવામાં આવશે. જેનાથી આખી ઈમારત લીલોતરીથી પથરાયેલી દેખાય. 
- ઘર સાથે જ તેમા ઓફિસ, હોટલ, શોપિંગ કૉમ્પ્લેક્સ પણ રહેશે.  ભરપૂર પ્રાકૃતિક રોશની આવી શકે તેની પણ વ્યવસ્થા રહેશે. 
- આનુ નિર્માણ પુર્ણ થતા આ જાપાનની સૌથી ઊંચી ઈમારત અને દુનિયાની સૌથી ઊંચી લાકડીની ઈમારત બની જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments