Festival Posters

અઠવાડિયામાં 4 દિવસ કામ કરવા પર દેશમાં ચાલી રહ્યું છે મંથન, બ્રિટનના આ પ્રયોગને ઘણા દેશો અપનાવી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ ઘટશે

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2023 (23:56 IST)
Britain News: કોર્પોરેટ ક્ષેત્રમાં એક દિવસમાં અનેક કલાકો સુધી કામ એ પણ અઠવાડિયામાં 5 કે 6 દિવસ સુધી. આ નિયમ સિવાય હવે દુનિયાના ઘણા દેશો અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાની પર વાત કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે આનાથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહેશે અને ગ્લોબલ વોર્મિંગમાં પણ ઘટાડો થશે. એક પાયલોટ પ્રોજેક્ટમાં જાણવા મળ્યું કે જો બ્રિટનમાં ફોર-ડે વર્ક વીક લાગુ કરવામાં આવે તો તેનું કાર્બન ઉત્સર્જન 20 ટકા ઘટી જશે. 
 
બેલ્જિયમથી ન્યુઝીલેન્ડ સુધીના ઘણા દેશોમાં  જોવા મળ્યા સકારાત્મક પરિણામો
વર્ષ 2022 માં, યુનાઇટેડ કિંગડમની 70 કંપનીઓએ એક પ્રયોગના ભાગરૂપે તેમના કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવા માટે બોલાવવાનું શરૂ કર્યું. ચાર દિવસીય વર્કવીકના લગભગ 6 મહિનાના અજમાયશ દરમિયાન કર્મચારીઓની કામગીરીમાં 22 ટકા સુધારો થયો છે. ટ્રાયલના અંતે, મોટાભાગની કંપનીઓ સંમત થઈ હતી કે તેઓ અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાની પ્રથા ચાલુ રાખશે. સમાન ટ્રાયલ બેલ્જિયમ, સ્પેન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ હાથ ધરવામાં આવ્યા હતા અને પરિણામો લગભગ સમાન હતા.
 
'કામ કરવાની આ રીત વધુ સુખી કરશે'
એવું માનવામાં આવે છે કે કામ કરવાની આ રીત લોકોને વધુ ખુશ કરશે, તેઓ તેમના પરિવારને વધુ સમય આપી શકશે અને તેમના મનપસંદ કામ પણ કરી શકશે. આ સિવાય એક ફાયદો પણ છે, જેના પર પર્યાવરણવાદીઓ વાત કરી રહ્યા છે. અઠવાડિયામાં ચાર દિવસ કામ કરીને ગ્લોબલ વોર્મિંગને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે કારણ કે તેનાથી કાર્બન ઉત્સર્જનમાં સીધો ઘટાડો થશે.
 
ભારતમાં પણ ચાર દિવસીય વર્ક વીક પર ચાલી રહ્યું છે મંથન
ભારતમાં ચાર-દિવસીય-વર્કવીક પણ વિચારણા હેઠળ છે. આ કામ શ્રમ કાયદા હેઠળ થઈ શકે છે, જોકે કામના કલાકો વધારવા અને દિવસો ઘટાડવાની વાત છે. ઉદાહરણ તરીકે, જો લોકોને 8 કે 9 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરવું હોય તો તેના બદલામાં તેઓ ત્રણ દિવસની રજા લઈ શકે છે. જો કે તે હજુ ચર્ચા હેઠળ છે, અને તે ખાતરી નથી કે તમામ કંપનીઓ તેના પર સહમત થશે.
 
શું કહે છે પ્રયોગ 
પર્યાવરણીય સંસ્થા પ્લેટફોર્મ લંડનની મદદથી કરવામાં આવેલા આ પ્રયોગમાં જાણવા મળ્યું કે જો આખા બ્રિટનમાં અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો નિયમ બનાવવામાં આવે તો વર્ષ 2025 સુધીમાં તેના કાર્બન ઉત્સર્જનમાં 20 ટકાથી વધુનો ઘટાડો થઈ જશે. અ લગભગ એટલુ છે જેટલામા આખા બ્રિટનમાં એક દિવસ માટે રસ્તા પર એક પણ વાહનનું ન ચાલવું  દેવા જેવું જ છે. તેનાથી વ્યક્તિગત કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

આગળનો લેખ
Show comments