પાકિસ્તાનમાં હોળી ઉજવી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓ પર હુમલો થયો છે. લાહોરની પંજાબ યૂનિવર્સિટીમાં હિન્દુ વિદ્યાર્થીઓ પર અટેક થયો છે. જાણવા મળ્યુ છે કે પંજાબ યૂનિવસિટીના લૉ કોલેજમાં લગભગ 30 હિન્દુ વિદ્યાર્થી હોળી મનાવી રહ્યા હતા. આ દરમિયાન કટ્ટરપંથી મુસ્લિમોએ તેમના પર હુમલો કર્યો અને બેરહમીથી મારામારી કરી. એટલુ જ નહી હોળી ઉજવી રહેલા વિદ્યાર્થીઓને કૈપસની બહાર ફેંકી દેવામાં આવ્યા.
કટ્ટરપંથીઓના હુમલામાં 15થી વધુ હિન્દુ વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા છે. હિન્દુ વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે હોળી ઉજવવા માટે યૂનિર્વસિટી પ્રબંધક તરફથી મંજુરી લીધી હતી. તેમ છતા તેમના પર હુમલો કરવામાં આવ્યો. ઘાયલ હિન્દુ વિદ્યાર્થી પોતાની ફરિયાદ લઈને લાહોર પોલીસ પાસે પણ ગયા. છતા પણ કટ્ટરપંથીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો નહી.
અનુમતિ મળ્યા બાદ હોળીનુ આયોજન
યૂનિવર્સિટીના વિદ્યાર્થી અને પ્રત્યક્ષ કાશિફ બ્રોહીએ ઘટનાને લઈને જણાવ્યુ કે જેવા જ વિદ્યાર્થી લૉ કોલેજના લોનમાં એકત્ર થયા, ઈસ્લામિક જમીયત તુલબાના કાર્યકર્તાઓએ તેમને બળજબરીપૂર્વક હોળી ઉજવતા રોકી દીધા. જેને કારણે તેમની સાથે ઝડપ થઈ. જ એમા 15 હિન્દુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા. સિંઘ કાઉંસિલના મહાસચિવ કાશિફ બ્રોહીએ જણાવ્યુ કે હિન્દુ સમુહ અને પરિષદના સભ્યોએ વિશ્વવિદ્યાલય સંચાલક તરફથી મંજુરી મળ્યા પછી જ હોળીનુ આયોજન કર્યુ હતુ.
IJT કાર્યકર્તાઓએ બંદૂક-દંડાઓથી હુમલો કર્યો.
તેમણે કહ્યુ કે વિદ્યાર્થીઓ તરફથી પોતાના ફેસબુક પેજ પર હોળી નિમંત્રણ પોસ્ટ કર્યા બાદ IJT કાર્યકર્તાઓએ ધમકીઓ આપવી શરૂ કરી દીધી. તેમણે કહ્યુ કે સોમવારે સવારે સિંઘ કાઉંસિલ અને હિન્દુ સમુહના સભ્ય હોળી ઉજવવા માટે પંજાબ યૂનિર્વસિટી લૉ કોલેજની બહાર એકત્ર થયા હતા. ત્યારે IJT કાર્યકર્તાઓએ બંદૂક અને દંડાઓ દ્વારા તેમના પર હુમલો કર્યો.
બ્રોહીએ કહ્યુ કે હિન્દુ સમુહ અને સિંઘ કાઉંસિલના 15 વિદ્યાર્થીઓએ ટકરાવ દરમિયાન ઘાયલ થયા અને તેઓ કાર્યક્રમ ઉજવ્યા વગર જ ત્યાથી ચાલ્યા ગયા. તેમણે કહ્યુ કે પછી વિદ્યાર્થી કુલપતિ કાર્યાલય બહાર વિરોધ કરવા માટે એકત્ર થયા. તો સુરક્ષા ગાર્ડ ત્યા દંડા લઈને આવ્યા અને તેમને મારવાનુ શરૂ કર્યુ. તેમણે કહ્યુ કે સુરક્ષ્કા ગાર્ડે પણ ચાર થી પાંચ વિદ્યાર્થીઓને પોતાની વેનમાં બેસાડ્યા અને તેમને શાંતિપૂર્ણ પોતાનો વિરોધ રેકોર્ડ કરવાની પણ મંજુરી ન આપી. તેમણે કહ્યુ કે આઈજેટી કાર્યકર્તાઓ અને સુરક્ષા ગાર્ડને પ્રતાડિત કરવાના આરોપમાં કેસ નોંધવા માટે પ્રશાસન અને પોલીસને આવેદન આપવામાં આવ્યુ.