ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેનું મુખ્ય કારણ ખોટું આહાર અને ખરાબ જીવનશૈલી છે. આ સિવાય ઘણા કારણોસર લોકો આ બીમારીનો શિકાર બને છે. હવે આ રોગ સામાન્ય બની રહ્યો છે. મોટા ભાગના લોકો આ રોગનો શિકાર બની રહ્યા છે, પછી તે વૃદ્ધ હોય કે યુવાન. આ આ રોગથી પીડિત દર્દીઓનું શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, જેના કારણે ડાયાબિટીસના દર્દીના બ્લડ સુગરનું સ્તર વધે છે.
આવી સ્થિતિમાં જે દર્દીઓનો ડાયાબિટીસ કાબૂમાં નથી, તેઓને હૃદય સંબંધિત બીમારી, સ્ટ્રોક વગેરે જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ માત્ર આ અંગોને અસર કરતું નથી, પરંતુ દર્દીઓને તેમના પગ પર પણ આ રોગનો ભોગ બને છે. હાલમાં જ બહાર પડેલા એક રિપોર્ટ અનુસાર લોહીમાં શુગરનું લેવલ વધવાની અસર પગ પર પણ જોવા મળે છે. જો આમાંથી કેટલાક લક્ષણો તમારા પગમાં પણ દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારું બ્લડ સુગર ટેસ્ટ કરાવો, તો ચાલો જાણીએ આ લક્ષણો વિશે-
ડાયાબિટીસના દર્દીઓમાં 60 દર્દીઓને પગની સમસ્યા સર્જાતી હોય છે. ઘણીવાર પગની તકલીફને કારણે દર્દીને અંગૂઠો, આંગળીઓ તેમજ પગ કપાવવાનો વારો આવે છે, જે અત્યંત ખર્ચાળ હોવાની સાથે લાંબા સમય સુધી હોસ્પિટલમાં પણ રહેવું પડે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને ઇજા પહોંચે ત્યારે તે ઘા રૂઝાતા નથી અથવા તો તેને રૂઝ આવતા લાંબો સમય લાગે છે. પરંતુ હવે એક આશાનું કિરણ જાગ્યું છે. કારણ કે અમદાવાદના બે વૈજ્ઞાનિક સંજય ભગત અને વિશાલ જોશીએ સૌપ્રથમવાર એક એવી દવાનું સંશોધન કર્યું છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ઘા ઝડપથી રુઝાય એ દિવસો પણ હવે બહુ દૂર નથી.
કારણ કે આ ડોક્ટરોએ સંશોધન કરીને એવી દવા શોધી છે જે ઝડપથી ઘાને રૂઝ ભરશે. આ બન્ને ડોક્ટરે ડો.ક્રાંતિ વોરા અને ડો.સેંથિલ નટેસને સાથે મળીને આ મલમ તૈયાર કર્યો છે. જેથી આ પ્રકારના દર્દીઓને ભવિષ્યમાં કેન્સર થવાનું કે શરીરના અંગ કપાવવાની સમસ્યામાંથી રાહત મળી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે અસહ્ય પીડાનું કારણ બનતી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. મલમ અથવા તો જેલ સ્વરૂપે તૈયાર કરેલું સોલ્યુશન ડાયાબિટીસના દર્દીઓને જ્યાં ઘાવ હોય ત્યાં લગાવવાથી 30 દિવસમાં રાહત મળતી હોવાનો દાવો કર્યો છે.
'બાયો-જેન' દવાનું સંશોધન કરનાર ડો. સેંથિલ નટેસને 12 વર્ષ સુધી આ દવા માટે સંશોધન કાર્ય કર્યું. 2 વર્ષ સુધી USની જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે તથા USની મેરીલેન્ડ યુનિવર્સિટીના વાયરોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા દવા સંદર્ભે સંશોધન કર્યું હતું. આ અંગે ડો. સેંથિલનું કહે છે કે વિદેશમાં સંશોધન દરમિયાન તેમણે એવા પ્રકારના બ્લડ સેલ શોધ્યા છે, જે દર્દીના ઘાને અસરકારક રીતે ભરી મોટી રાહત આપી શકે છે.