Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 Weight Loss Diet: વજન ઘટાડવા માટે ખોરાક અંગેની ટીપ્સ, 100 ટકા અસરકારક

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2023 (11:12 IST)
20 Weight Loss Diet tips- વજન ઘટાડવામાં ડાયેટ મહત્વની ભૂમિકા ભજવે છે . આહારમાં આપણા શરીરને પ્રભાવિત કરનારા અનેક મહત્વપૂર્ણ તત્વો હોય છે. સંતુલિત આહારને વજન ઘટાડવાના પ્રકારોમાં સર્વોત્તમ માનવામાં આવે છે અને વજન ઘટાડનારા આહારમાં ભારતીય સંતુલિત શાકાહારી આહાર લેવાનું વધુ ઉચિત સમજવામાં આવે છે. જાણીએ, વજન ઘટાડનારા ભારતીય વ્યંજનો કયા કયા છે...
 
- સંતુલિત શાકાહારી આહાર લેવાથી વ્યક્તિ અનેક રોગોમાંથી મુક્ત થઇને દિવસભર તરોતાજા રહી શકે છે. એટલું નહીં ઓછી ચરબીવાળા આહારના સેવનથી સ્થૂળતામાંથી મુક્તિ મેળવી શકાય છે અને વજનને સરળતાથી ઓછું કરી શકાય છે.
 
- સંતુલિત શાકાહારી આહારથી સ્થૂળ વ્યક્તિ એક અઠવાડિયામાં લગભગ એક પાઉન્ડ સુધીનું વજન ઘટાડી શકે છે. સાથે તે વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.
 
- સંશોધનોમાં પણ એ વાત સાબિત થઇ ચૂકી છે કે શાકાહારી વ્યંજન લેનારા લોકો સામાન્યપણે માંસાહારી વ્યંજન લેનારાની સરખામણીએ વધુ સ્લિમ હોય છે.
 
- વજન ઘટાડનારા ભારતીય વ્યંજનોમાં લીલા શાકભાજીનો જ્યુસનો સમાવેશ પણ થાય છે.
 
- જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ, રોસ્ટેડ અને સ્ટીમ ભોજન છોડવું પડશે.
 
- એવા વ્યંજનોનું સેવન કરો જેમાં આવશ્યક વિટામિન અને અન્ય જરૂરી તત્વો હોય.
 
- ઓછી કેલરીવાળા વ્યંજન જેવા કે સૂપ, સલાડ, શાકભાજી વગેરે લો.
 
- શક્કરિયા, ઘી વગરની દાળ, ઘી વગરની રોટલી લો.
 
- ચામાં ખાંડને બદલે મધ લો.
 
- ઇડલીમાં ફણગાવેલા મગ મિક્સ કરીને ખાવાથી તે પૌષ્ટિક રહેશે.
 
- તળેલા ભોજનને બદલે બાફેલું ભોજન લો અને વગર મલાઈના દૂધ-દહીં લો.
 
- શાકભાજીની કરી માટે ટામેટા અને ગાજરનો ઉપયોગ કરો અને સ્વીટમાં સફરજન અને અનાનસનો પ્રયોગ કરો.
 
- પાલકનો પ્રયોગ નૂડલ્સ, સૂપ કે સલાડમાં કરો. પાલકના પાંદડાથી સેન્ડવીચ પણ બનાવી શકાય છે.
 
- કાચા પપૈયાનું શાક બનાવો અથવા પાકું પપૈયું ખાઓ.
 
- ભોજનમાં પનીર અને સોયાબીનને પ્રાથમિકતા આપો.
 
- પ્રોટીન અને ફાઇબરયુક્ત ભોજનનું સેવન કરો.
 
- બટરને બદલે ફ્રેશ હર્બલ સ્પ્રેડ ટોસ્ટનો પ્રયોગ કરો.
 
- આ સિવાય તમે ફણગાવેલા ચણા, મગ, મઢ, સૂપ, જ્યુસ, સલાડ, લીલા શાકભાજી વગેરેને તમારા ભોજનમાં સામેલ કરી વજન ઘટાડી શકો છો.
 
- ભોજન ઓછી માત્રામાં લો અને યોગ્ય સમયે લો. આનાથી તમારી પાચનક્રિયા બરાબર ચાલતી રહેશે અને કેલરીનો પણ પૂરતો ઉપયોગ થતો રહેશે.
 
- વજન ઓછું કરવા માટે ભોજન સિવાય પાણી પીવું અને વ્યાયામ કરવો પણ જરૂરી છે. જેનાથી તમે ફિટ, હેલ્ધી રહેશો અને તાજગી અનુભવશો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments