Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટૈરિફ લાગૂ થતા જ શેરબજારમાં કોહરામ, સેંસેસ્કમાં 806 અને નિફ્ટીમાં 50માં 182નો ભારે ઘટાડો

Stock Market
, ગુરુવાર, 3 એપ્રિલ 2025 (11:31 IST)
Share Market Opening 3rd April, 2025: બુધવારની સાધારણ રિકવરી પછી ભારતીય શેર બજારમાં આજે ફરી વિનશકારી ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા લાગૂ કરવામાં આવેલી ભારતીય શેર બજારમાં આજે એકવાર ફરી વિનશકારી ઘટાડો જોવા મળે રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ નવી ટૈરિફ પોલીસીથી ગભરાયેલા રોકાણકારોએ બજાર ખુલતા જ વેચવાલી શરૂ કરી દીધી. પરિણામ સ્વરૂપ બીએસઈ સેંસેક્સ 805.58 અંકોના ઘટાડા સાથે 75,811.86 अंઅંકો પર ખુલ્યો અને એનએસઈનો નિફ્ટી 50 ઈંડેક્સ  પણ 182.05 અંકોના નુકશાન સાથે 23,150.30 અંકો પર ખુલ્યો. આ પહેલા 1 એપ્રિલના રોજ પણ ભારતીય શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે સેંસેક્સ 1390.41 અંક તૂટીને 76,024.51 અંક પર બંધ થયો હતો અને નિફ્ટી 353.65 અંકોના ઘટાડા સાથે 23,165.70 અંક પર બંધ થયો હતો.  
 
આઈટી સેક્ટરન શેરમાં ભારે ઘટાડો 
ગુરૂવારે સેંસેક્સના 30માંથી ફક્ત 3 કંપનીઓના શેર જ વધારા સાથે ગ્રીન નિશાન પર ખુલ્યા. જ્યારે કે બાકીના બધા 27 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ નિશાન પર વેપાર શરૂ કર્યો. બીજી બાજુ નિફ્ટી 50માંથી 25 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાન પર ખુલ્યા અને બાકીની 25 કંપનીઓના શેર નુકશાન સાથે લાલ નિશાન પર ખુલ્યા. આજે સેંસેક્સની કંપનીઓમાં સામેલ સનફાર્માના શેર સૌથી વધુ 4.37 ટકાની તેજી સાથે ખુલ્યા અને એચસીએલ ટેકના શેર સૌથી વધુ 2.32 ટકાના ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો. 
 
ઈંફોસિસ ટીસીએસ ટેક મહિન્દ્રામા પણ મોટો ઘટાડો 
આ ઉપરાંત આજે સેંસેક્સની કંપનીઓમાં સામેલ પાવરગ્રિડન શેર 1.24 ટકા અને એનટીપીસીના શેર 0.98 ટકાની તેજીના સાથે ખુલ્યા. બીજી બાજુ આજે ઈંફોસિસના શેર 2.20 ટકા, ટેક મહિન્દ્રા 2.05 ટકા, ટીસીએસ 1.98 ટકા, જૌમેટો 1.18 ટકા, અડાણી પોર્ટ્સ 1.11 ટકા, રિલાયંસ ઈંડસ્ટ્રી 0.97 ટકા, ટાટા મોટર્સ 0.85 ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર 0.75 ટકા, ભારતીય સ્ટેટ બેંક 0.75 ટકા, અલ્ટ્રાટ્રેક સિમેંટ 0.75 ટકા,ઈંડસઈંડ બેંક 0.74 ટકા, બજાજ ફિનસર્વ 0.73 ટકા, મહિન્દ્રા એંડ મહિન્દ્રા 0.71 ટકા, એચડીએફસી બેંક 0.65 ટકા, લાર્સન એંડ ટુબ્રો 0.63 ટકા, ટાઈટન 0.61 ટકા, મારૂતિ સુઝુકી 0.51 ટકાના ઘટાડા સાથે ખુલ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ghibli Image ટ્રેંડ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે! એક ક્લિકથી લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે