Webdunia - Bharat's app for daily news and videos

Install App

NEET 2019 - 5 મે ના રોજ થશે એક્ઝામ, દોઢ વાગ્યા પછી સ્ટુડેંટ્સને એંટ્રી નહી મળે

Webdunia
બુધવાર, 1 મે 2019 (18:31 IST)
. દેશભરમાં મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન માટે એનટીએની તરફથી નીટ 2019 પરીક્ષાનુ આયોજન 5 મેના રોજ કરવામાં આવશે.  આ વખતે નીટ એક્ઝામમાં સ્ટુડેંટ્સને ઈગ્લિશ ઉપરાંત હિન્દી અને ઉર્દુ  હશે તે દેશના કોઈપણ કેન્દ્ર પર જઈને એક્ઝામ આપી શકશે.. પણ મરાઠી, બંગાલી, અસમી, ઉડિયા, તેલગુ, ગુજરાતી, કન્નડ ભાષાઓના સ્ટુડેંટ્સ માટે કેન્દ્ર એ ભાષાના રાજ્યમાં થશે. 
 
નીટ પરીક્ષા થવામાં હવે સમય થોડો બચ્યો છે. આવામાં સ્ટુડેંટ્સનુ બધુ ધ્યાન તેમના અભ્યાસ પર લાગ્યુ છે. એનટીએ કહ્યુ કે પહેલીવાર પેન એંડ પેપર મોડ બેસ્ટ નીટ એક્ઝામની તૈયારીઓ પૂરી થઈ ચુકી છે.  પણ આ તૈયારીઓ વચ્ચે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જેથી તમને પરીક્ષા દરમિયન કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. 
 
નીટ એક્ઝામ બપોરે બે વાગ્યે શરૂ થશે અને પાંચ વાગ્યા સુધી ચાલશે.  આવામાં સમય પર પહોંચવુ ખૂબ જ જરૂરી છે.  કારણ કે પ્રબંધકે સ્પષ્ટ કહી દીધુ છે કે દોઢ વાગ્યા પછી વિદ્યાર્થીઓને એંટ્રી નહી મળે. 
 
એક્ઝામની નકલ રોકવા માટે સખત પગલા ઉઠાવ્યા છે.  નકલ પર લગામ લગાવવા માટે એનટીએ જૈમરનો ઉપયોગ કરવામાં આવી રહુઓ છે. એનટીએ 40થી 50 વિદ્યાર્થી પર એક જૈમર લગાવશે.  સાથે જ સીસીટીવી કૈમરા અને વીડિયોગ્રાફી દ્વારા પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે. 
 
એડમિટ કાર્ડ વગર પ્રવેશ નહી મળે. તેથી વિદ્યાર્થીઓ ઈડમિટ કાર્ડ પહેલા જ ડાઉનલોડ કરીને રાખવુ પડશે.   અને એક્ઝામ સેંટર પર તેને સાથે લઈ જવુ પડશે. વિદ્યાર્થી ntaneet.nic.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.  એક્ઝામ હૉલમાં વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ સાથે એક પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ લાવવો પડશે. 
 
નીટ 2019 એક્ઝામ માટે છોકરા-છોકરીઓની ડ્રેસ કોડ નક્કી કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને જ કપડા પહેરો.  આખી બાયના કપડા ન પહેરો.  હલકા અને સાદા કપડા પહેરીને એક્ઝામ હોલમાં જાવ.
 
એક્ઝામ હોલમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, ચોકલેટ, કૈંડી કે પછી કોઈ બોટલ લઈ જવાની અનુમતિ નહી આપવામાં આવે. 
 
ઉમેદવાર જૂતાને બદલે સ્લીપર કે સેંડલ પહેરીને એક્ઝામ સેંટર પહોંચે. ચપ્પલ કે ઓછી ઊંચી એડીની સૈન્ડલની પરમિશન રહેશે.  વિદ્યાર્થીનીઓને બ્રેસલેટ, ઝુમ્મર વગેરે પહેરવાની પરમિશન નહી રહે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments