આમ આદમીને મોટી રાહત મળે તે માટે જાહેરાત કરાઈ છે. કેન્દ્રની મોદી સરકારે આજે બુધવારે પામ ઓયલ મિશન યોજનાની મંજૂરી આપી દીધી છે. રે પામ ઓઈલ સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે 5 કરોડ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક નવી યોજનાની જાહેરાત કરી છે- નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ- ઓઇલ પામ (NMEO-OP). આ મિશન ભારતની નિર્ભરતા ઘટાડશે. સરકારનું આ મિશન પામતેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે.