આ દિવસોમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસની સમસ્યાઓમાં ઘણો વધારો કર્યો છે. તેને જોતા કેન્દ્ર સરકારે ફેસ્ટિવ સીઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે પામ અને સન ફ્લાવર ઓયલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે.
આયાત ડ્યૂટીમાં ઘટાડોસરકારના આ નિર્ણય અનુસાર, ક્રૂડ પામ ઓઇલ પર ડ્યુટી ઘટાડીને 8.25% (અગાઉ 24.75%), RBD પામોલીન 19.25 (અગાઉ 35.75), RBD પામ ઓઇલ પર 19.25 (અગાઉ 35.75), ક્રૂડ સોયા ઓઇલ પર 5.5 (અગાઉ 24.75), સોયા તેલ પર 19.5 (અગાઉ 35.75), ક્રૂડ સમ ફ્લાવર ઓયલ પર 5.5 (અગાઉ 24.75) અને રિફાઇન્ડ સનફ્લાવર ઓયલ પર 19.25 (અગાઉ 35.75) ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. ડ્યુટીમાં ઘટાડાને કારણે CPO ના ભાવમાં રૂ .14,114.27, RBD રૂ. 14526.45, સોયા ઓઇલ રૂ. 19351.95 પ્રતિ ટન ઘટ્યા છે. સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલમાં 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.