Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇકો ફ્રેન્ડલી ગુજરાત: 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2023 (13:30 IST)
CNG station
- દેશમાં કુલ 5899 CNG સ્ટેશનમાંથી 17 ટકા જેટલા સ્ટેશનનું નેટવર્ક ગુજરાતમાં
- પાઇપલાઇન ગેસના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર
 
Eco Friendly Gujarat -  વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. પરિણામે, ગુજરાત પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે, CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર જુલાઇ 2023 સુધીમાં, ગુજરાતમાં 1002 CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના 33 જિલ્લાઓને આવરી લે છે.  CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -480) અને હરિયાણા (349) છે. જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.PNGના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર
PNGRBએ અપડેટ કરેલા આંકડા અનુસાર, જુલાઇ 2023 સુધીમાં ભારતમાં કુલ 1,14,46,646 ઘરગથ્થુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, જેમાંથી ગુજરાતની સંખ્યા 30,78,162 છે. તે સિવાય રાજ્યમાં 22,722 વ્યવસાસિક અને 5733 ઔદ્યોગિક કનેક્શન છે. ઉલ્લેખનીય છે કે PNGRB દ્વારા કંપનીઓને દેશમાં અમુક ભૌગોલિક વિસ્તારો CNG સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવે છે. એટલે ઘણી વખત ફાળવેલ વિસ્તારો બે રાજ્યોની સરહદની આસપાસમાં હોવાથી, યાદીમાં તે વિસ્તારનો બે રાજ્યો સાથે ઉલ્લેખ કરવામાં આવે છે. 
 
CNG સ્ટેશનની સંખ્યામાં – ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત 1,002
ઉત્તરપ્રદેશ 819
મહારાષ્ટ્ર 778
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) 480
હરિયાણા 349
કર્ણાટક 319
રાજસ્થાન 257
મધ્યપ્રદેશ 241
તમિલનાડુ 220
પંજાબ 209
 
 
PNG ઘરગથ્થુ કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત 30,78,162
મહારાષ્ટ્ર 29,40,463
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) 14,59,314
ઉત્તરપ્રદેશ 14,24,748
કર્ણાટક 3,92,677
હરિયાણા 3,43,444
આંધ્રપ્રદેશ 2,59,602
રાજસ્થાન 2,32,576
મધ્યપ્રદેશ 2,14,636
તેલંગાણા 1,94,364
 
PNG વ્યવસાયિક કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત 22,722
મહારાષ્ટ્ર 4,684
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) 3,663
ઉત્તરપ્રદેશ 2,376
આસામ 1,359
હરિયાણા 885
કર્ણાટક 540
ત્રિપુરા 506
આંધ્રપ્રદેશ 446
પંજાબ 446
 
PNG ઔદ્યોગિક કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત 5,733
ઉત્તરપ્રદેશ 2,867
હરિયાણા 1,904
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) 1,829
રાજસ્થાન 1,557
મહારાષ્ટ્ર 923
મધ્યપ્રદેશ 463
આસામ 448
ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન 345
કર્ણાટક 330

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Pakistan Blast - પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલ્વે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 20 લોકોનાં મોત

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

IND vs SA 1st T20I: ભારતે જીતી પ્રથમ T20 મેચ, દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

બાળાસાહેબ જીવતા હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત, ભાજપના નેતા નારાયણ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

આગળનો લેખ
Show comments