ડુંગળી આવક ઘટતા તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનો સીધો અસર ગૃહિણીઓ પર પડે છે. સામાન્ય લોકોની થાળી મોંઘી થઈ જાય છે. હવે ડુંગળી મોંઘી થઈ રહી છે. એટલે કે ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે
સ્થાનિક વિક્રેતાઓ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા છે. મધર ડેરી બુધવારે 54-56 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચતી હતી અને હવે તેની કિંમત 67 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગયા અઠવાડિયે, દિલ્હી-NCRમાં ડુંગળી 30-50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી અને હવે તેની કિંમત 70-80 રૂપિયાની રેન્જમાં પહોંચી ગઈ છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં ડુંગળીના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી શકે છે.