રમતા રમતા જાળવો ફિટનેસ : કસરત કરવામાં આળસ આવે તો કોઈ આઉટડોર રમત તમારા મિત્ર સાથે રમો. આવુ કરવાથી તમે ફિટનેસ જાળવી શકશો.
હિંગ કરશે ત્વચાનો ઈલાજ - ત્વચા પર પડેલા નિશાન દૂર કરવા હોય તો હિંગ ચહેરા પર લગાવો, હિંગ ત્વચાના ઔષધિના રૂપમાં કામ કરે છે.
ત્વચાના ડેડ સેલ્સ નીકળી જશે - સંતરાના છાલટાના ચૂરણને દહીમાં ભેળવીને ચહેરા પર લગાવો. 2 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. આવુ કરવાથી ત્વચાના ડેડ સેલ્સ નીકળી જશે.
ફેસપેક - ચહેરા પર શાકભાજીનો રસ કે ગર લગાવવાથી વધારે ચમક આવે છે. આ પ્રકારના રસમાં કોઇ ફેસપેક કે મધ ભેળવવાથી ત્વચા આકર્ષક બનેછે.
લિપસ્ટિક - ગરમીમાં લાઇટ શેડની લપિસ્ટિકનો ઉપયોગ કરવો, એનાથી ઠંડકનો અનુભવ થાય છે. ઉનાળામાં ફકત લપિગ્લોસ પણ લગાવી શકાય. લાઇટ શેડની લપિસ્ટિક સાથે શિમરિંગ ટચ પણ આપો. લપિસ્ટિક લગાવ્યા પછી ટ્રાન્સપરન્ટ લપિગ્લોસ વધારે આકર્ષક લાગે છે.