Festival Posters

Jai Adhya Shakti Gujarati Aarti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Webdunia
રવિવાર, 30 માર્ચ 2025 (08:35 IST)
જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, શિવશક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
તૃતીયા ત્રણ સ્વરુપ, ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં
ત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચૌ દિશા, ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચે તત્વો મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર માર્યો
નર-નારીના રુપે, નર-નારીના રૂપે, વ્યાપ્યા સઘળે મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગિરિજા મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદા, મા આઇ આનંદા
સુનીવર મુનીવર જન્મ્યા, સુનીવર મુનીવર જન્મ્યા, દેવ દૈત્યો મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હરબ્રહ્મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
એકાદશી અગીયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા
કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
બારસે બાળા રૂપ, બહુચરી અંબામા, મા બહુચરી અંબામા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
તેરસે તુળજારૂપ, તું તારુણી માતા, મા તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહ-વાહની મા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા
વશિષ્ટદેવે વખાણ્યા, માર્કંડમુનિએ વખાણ્યા, મા ગાઇ શુભ કવિતા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
સંવત સોળ સતાવન, સોળશે બાવીસમા, મા સોળશે બાવીસમા
સંવત સોળે પ્રકટ્યા, સંવત સોળે પ્રકટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી
સોળ સહસ્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
ભાવ ના જાણું ભક્તિ ના જાણું, ના જાણુ સેવા, મા ના જાણુ સેવા
વલ્લભ ભટ્ટને રાખ્યા, વલ્લભ ભટ્ટને રાખ્યા, શરણે સુખ દેવા
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
શિવશક્તિની આરતી, જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપતિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
મા નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી … મા શોભા બહુ સારી,
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર વાળી
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
 
મા ની ચુંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી, મા શોભા બહુ સારી,
આંગણ કુક્ડ નાચે, આંગણ કુંકડ બોલે, જય બહુચર વાળી
ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે

ALSO READ: Navratri Day 1 - પ્રથમ નોરતા શૈલપુત્રી માતા નું મહત્વ, શૈલપુત્રી મંત્ર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Children’s Day Recipe: બાળકો તેમના લંચ બોક્સ ભરેલા છોડી દે છે? ચોકલેટ એપ્પે બનાવવાનો પ્રયાસ કરો, અને તે સંપૂર્ણપણે ગડબડ થઈ જશે.

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

ગાજરનો હલવો બનાવવાની રીત

Happy Children's Day 2025 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

આ 5 સંકેત મળતા બદલાય જાય છે ભાગ્ય, શરૂ થાય છે સારો સમય

Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ

Utpanna Ekadashi 2025: ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા પાપોનો થશે નાશ, જાણો તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Vahan Durghatna Nashak Yantra: વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે? અકસ્માતથી બચવા માટે તમારી ગાડીમાં તે ક્યારે અને કેવી રીતે મુકવું?

Kaal Bhairav Jayanti 2025: ક્યારે છે કાલભૈરવ જયંતી ? જાણો ભગવાન શિવનાં આ રૌદ્ર સ્વરૂપનું મહત્વ

આગળનો લેખ
Show comments