ઇંધણા વીણવા ગઇતી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇતી રે
વેળા બપોરની થઇતી મોરી સૈયર,
વેળા બપોરની થઇતી રે લોલ
જેની તે વાટ જોતી સૈયર
જેની તે વાટ જોઈ રહી ... હો હો 2
મારો નાવલિયો આવ્યો મોરી સૈયર
મારો નાવલિયો આવ્યો રે લોલ
ઇંધણા વીણવા ગઇતી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇતી રે લોલ
જેની હુ પ્રેમ દિવાની સૈયર
જેની હુ પ્રેમ દિવાની રે ..2
ભાલો મારો પ્રીતમ
આવ્યો મોરી સૈયર
વ્હાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ