Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના ઉમેદવારની ચૂંટણી પહેલાં જ દબંગગીરીઃ ધાકધમકી દેવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ

વૃષિકા ભાવસાર
સોમવાર, 21 નવેમ્બર 2022 (13:28 IST)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારોએ પણ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. જોકે, આ પ્રચાર-પ્રસાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદાસ્પદ વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લેઆમ ચેતવણી આપતો વીડિયો વાઇરલ થયો છે.

તેઓ વીડિયોમાં કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે કોઈના બાપથી બીતા નહીં, હીરા સોલંકી અહીં બેઠો છે, ધાકધમકી દેવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ.અમરેલી જિલ્લાની બેઠકો કબજે કરવા તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે અમરેલીમાં જાહેરસભા સંબોધી હતી. ત્યારે ઉમેદવારો પણ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. આ વચ્ચે ગઈકાલે જાફરાબાદમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે ઓળખાતા હીરા સોલંકીનો એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયોમા હીરા સોલંકી ધમકી આપી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં હીરા સોલંકીએ કાર્યકર્તાઓને જણાવી રહ્યા છે કે, કોઈના બાપથી બીતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠો છે. આ ધાક ધમકી દેવા વારા અહીં જે નીકળ્યાં છે ને તે બધાના હું ડબ્બા ગુલ કરી નાખવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નીકળ્યાં છે તેનું ધ્યાન રાખજો. તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો બાકી બધુ મારી પર છોડી દો. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખુબ સારા મતોથી જીતવા જઇ રહ્યા છીએ. માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય તેને કરવા દેજો. ચૂંટણી પુરી થશે પછી, એ છે અને હું છું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments