Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- બગાવતથી બગડી જશે ખેલ! ગુજરાતમાં 6 ભાજપના નેતાઓએ આ રીતે વધાર્યું પાર્ટીનું ટેંશન

gujarat election
, શુક્રવાર, 18 નવેમ્બર 2022 (16:02 IST)
ગુજરાતમાં સતત સાતમી વખત જીતવાના ઈરાદા સાથે ચૂંટણી જંગમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટી હવે બળવાનો સામનો કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન આપ્યા બાદ એક વર્તમાન ધારાસભ્ય અને ચાર ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના છ નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રો ભર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ભાજપના આ નેતાઓ તેમની જ પાર્ટીના ઉમેદવાર સામે લડશે.
 
હકિકતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ગુરુવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પક્ષના આદિવાસી ચહેરા હર્ષદ વસાવાએ એક સપ્તાહ અગાઉ નર્મદા જિલ્લાના નાંદોદથી અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેને પાછું ખેંચ્યું ન હતું. જૂનાગઢ જિલ્લામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ઉમેદવારી પાછી ખેંચી ન હતી.
 
ગુરુવારે, બીજેપીના એક વર્તમાન ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ ધારાસભ્યોએ પણ બીજા તબક્કા હેઠળ 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભાજપે ટિકિટ નકારી કાઢી હતી, ત્યારબાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
 
ભારતીય જનતા પાર્ટી (BJP) આજથી એટલે કે શુક્રવારથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 89માંથી 82 બેઠકો પર જોરદાર પ્રચાર કરશે જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મતદાન થશે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Male Fertility: પુરૂષોની આ નબળાઈઓને દૂર કરશે આ લીલો શાક, પિતા બનવામાં કરશે મદદ