Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જન વિકલ્પ મોરચો સ્વચ્છ અને પારદર્શક સરકાર આપશે: શંકર સિંહ વાધેલા

જન વિકલ્પ
, મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (09:41 IST)
ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજાને સ્વચ્છ, ભ્રષ્ટાચારમુક્ત અને નિષ્પક્ષ સરકાર આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળેલા જન વિકલ્પ મોરચાના પ્રણેતા શ્રી શંકરસિંહવાઘેલાએ આજે જુનાગઢથી 400 યુવાનો સાથે રેલીનું સોમનાથ તરફ પ્રયાણ કર્યું હતું. સોમનાથ ખાતે દર્શન કર્યાં બાદ માંગરોળમાં જેસિંગ ભગતના ફાર્મ ઉપર તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતું.
જન વિકલ્પ

અહીં ખેડૂતોઅને વેપારીઓએ તેમની સમક્ષ કૃષિ અને જીએસટી સંબંધિત સમસ્યાઓ બાપુ સમક્ષ રજૂ કરી હતી. આ દરમિયાન બાપુએ  જણાવ્યું હતું કે તેમના અગાઉની શાસનમાં  ખેડૂતોના વીજળી અને પાણીના બી લો માફકરવામાં આવ્યાં હતાં. જો જન વિકલ્પ મોરચાનૂ સરકાર બનશે તો સ્વચ્છ અને પારદર્શક સરકાર બનશે, જે સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને કામ કરશે.
જન વિકલ્પ
ત્યારબાદ તેમણે પરબ ગામ ખાતે મહારાજ શ્રીના આશિર્વાદ લીધા હતાં અને કાગવડ ખાતે  ખોડલ માતાના દર્શન કર્યા હતાં. 26મી સપ્ટેમ્બરના રોજ બાપુ સવારે 10.30 વાગે સર્કિટ હાઉસ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સસંબોધન કરશે અને ભૂજ જવા રવાના થશે.

જન વિકલ્પ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામ ખંભાળીયામા રાહુલ ગાંધીએ કહ્યું ગુજરાતમાં Vikasને શું થયું