Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJP ની આ મહિલા નેતાએ પોતાના જ પતિને FB પર ધમકી આપી

પુત્રવધુ
, શુક્રવાર, 24 નવેમ્બર 2017 (17:44 IST)
ભાજપે આજે જાહેર કરેલી ઉમેદવારોની પાંચમી યાદીમાં 13 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં કાલોલ બેઠક પર ભાજપે સુમનબેન ચૌહાણને ટિકિટ આપી છે. સુમનબેન પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ છે. આ બેઠક પર પ્રભાતસિંહ ચૌહાણે પોતાની પત્ની કે દીકરા માટે ટિકિટ માગી હતી, જોકે તેના બદલે પુત્રવધૂને ટિકિટ અપાતા પ્રભાતસિંહના પત્નીએ વિરોધ દર્શાવ્યો છે. પ્રભાતસિંહનાં પત્નીએ આ અંગે ફેસબુક પર એક પોસ્ટ પણ મૂકી છે, જેમાં તેમણે પોતાના પતિ પ્રભાતસિંહને જ ખૂલ્લી ધમકી આપી છે કે, તમે માનું દૂધ પીધું હોય તો કાલોલ પ્રચાર કરવા આવજો, આ મારી ખૂલ્લી ચેલેન્જ છે.

આ અંગે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણે જણાવ્યું હતું કે, તે પોસ્ટ મેં જ મૂકી છે. રંગેશ્વરી ચૌહાણે જણાવ્યું હતું કે, કાલોલમાં 21 જણાએ ટિકિટ માગી હતી, તે બધા શું વાંઢા હતા કે બીજા કોઈની પત્નીને નહીં ને સુમન ચૌહાણને જ ટિકિટ આપવામાં આવી? તેમણે એમ પણ કહ્યું હતું કે, જેમને મેન્ડેટ અપાવવાનો છે તેમને પૂછજો કે તેમની બેઠક પર કેટલા બૂથ છે, એસેમ્બલી એટલે શું? કેટલા મતદાતા આદીવાસી છે, કેટલા ઓબીસી છે. કાલોલમાં અઢી લાખ મતદારો છે, તેમાંથી કોઈની પત્ની ન મળી ટિકિટ આપવા?ટીવી રિપોર્ટ્સ અનુસાર, ત્રણ ટર્મથી સાસંદ તરીકે ચૂંટાય છે અને આ વખતની વિધાનસભા ચૂંટણી વખતે ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો તેમના પત્ની કે દીકરાને કાલોલ બેઠક પર ટિકિટ ન મળે તો ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ચૂંટણી લડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિકની કથિત સેક્સ સીડી અંગે આ શુ બોલી ગયા સંજય જોશી