Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પુત્રને ટિકીટ ન મળી તો રાજીનામું આપીશ - ભાજપના સાંસદની ચીમકી

પુત્રને ટિકીટ ન મળી તો રાજીનામું આપીશ - ભાજપના સાંસદની ચીમકી
, સોમવાર, 20 નવેમ્બર 2017 (13:18 IST)
ભાજપ દ્વારા પોતાના 106 ધારાસભ્યોના નામની જાહેરાત બાદ ઘણા દાવેદારો અને દાવેદારોના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે. જેમાં ભાજપના સાંસદ લીલાધર વાઘેલાએ પોતાના પુત્ર માટે ટિકિટની માગ કરતાં એવી ચિમકી પણ આપી છે કે જો મારા પુત્રને ટિકિટ નહીં અપાય તો હું રાજીનામુ આપી દઈશ. બીજી તરફ અમદાવાદના નિકોલમાંથી જગ્દીશ પંચાલને ટિકિટ અપાતા નારાજગી વ્યક્ત કરવા ટોળા ક્મલમ પહોંચ્યા છે સાથે જ નિર્મલા વાઘવાણી જે સીટીંગ ધારાસભ્ય હતા તેમની ટિકિટ કપાતા પણ સમર્થકો નારાજ છે. ઉપરાંત વડોદરામાં દિનુ ભાઈને ટિકિટ અપાતા પણ ઘણાના રાજીનામા પડ્યા છે.

બીજી તરફ આઈ કે જાડેજાની બાદબાકીથી રોષે ભરાયેલા ટોળા કમલમમાં પહોંચી ગયા છે. જોકે વાત એવી પણ મળી રહી છે કે આગામી બાકી ઉમેદવારોમાં આઈ કે જાડેજાનો સમાવેશ કરવામાં આવી શકે છે. આઈ કે જાડેજાને માંડવીથી ટિકિટ અપાય શક્યતાઓ ચાલી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાસ કન્વીનર દીનેશ બાંભણિયાને દીકરાનું અપહરણ કરવાની ધમકી મળી, ઉત્તર ગુજરાતમાં બહિષ્કારની ચીમકી