બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દાદા બની ગયા છે. શાહના પુત્ર જય શાહના ઘરે મંગળવારે મતલબ 11 એપ્રિલના રોજ પુત્રી અવતરી છે. જયની પત્ની હાલ અમદાવાદના જાયડ્સ હોસ્પિટલમાં દાખલ છે.
હનુમાન જયંતીના દિવસે અમિત શાહના ઘરે નાનકડી પરીને જોવા માટે દાદા બનેલ અમિત શાહ મંગળવારે જ અમદાવાદ પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે અમિત શાહની પાંચ બહેનો છે અને શાહ પાંચ બહેનોમાંથી સૌથી નાના છે.
હનુમાન જયંતીના દિવસે પુત્રીનો જન્મ - અમિત શાહનો જન્મ પૂનમના દિવસે થયો હતો. તેથી તેમને ઘરમાં પૂનમ નામથી બોલાવવામાં આવે છે. આવામાં હનુમાન જયંતીના દિવસે પુત્રીનો જન્મને સારા નસીબનુ પ્રતિક માનવામાં આવી રહ્યુ છે.
અમિત શાહના પુત્રવધુ રિશીતાબેનને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં તેમણે રાત્રે 10 વાગ્યાની આસપાસ દીકરીને જન્મ આપ્યો હતો. અમિત શાહે હોસ્પિટલમાં જઈને પૌત્રીને રમાડી હતી. અમિત શાહના પુત્ર જય શાહના લગ્ન બે વર્ષ પૂર્વે મૂળ અમરેલીનાં અને અમદાવાદમાં રહેતાં રિશીતા સાથે ધામધૂમથી યોજાયાં હતા.
જય અને રિશીતાના લગ્ન બાદ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે જ જયના પત્ની રિશીતાનો સીમંત પ્રસંગ યોજાયો હતો. જય શાહ અને રિશીતા પટેલ સાથે જ નિરમા યુનિવર્સિટીમાં ભણેલા છે અને એકબીજાના ગાઢ સંપર્કમાં હતા. રિશીતાનાં પિતા ગુણવંતભાઇ પટેલ અમરેલીનાં ચલાલા ગામનાં વતની છે.