Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Webdunia
શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (07:46 IST)
Ganesh Chaturthi- ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે 
 
મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં તો ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્ત આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી વિધ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે.  
 
ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે. 
 
આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર નાં રોજ છે. આ ચતુર્થી આખા વર્ષના ચતુર્થીમા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમ્પન્નતા આવે છે. માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે. 
 
શિવપુરાણમાં એક કથા છે કે એક વાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહી હતી. એ સમયે તેમણે પોતના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યુ કે મારા આવતા પહેલા કોઈ ઘરમાં પ્રવેશ ન કરે. 
 
થોડી વાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા. જેના પર શિવજીએ ક્રોધિત થઈ ગયા અને  બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યુ પણ સંગ્રામમાં તેને કોઈ પરાજીત ન કરી શક્યુ.. તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનુ માથુ ધડથી અલગ કરી દીધુ..  જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયુ તો તે ક્રોધિત થઈ ગઈ અને તેમને પ્રલય કરવાનુ નક્કી કર્યુ. 
 
ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા. શિવજીના નિર્દેશ પર વિષ્ણુજીએ ઉત્તર દિશામાં સૌ પહેલા મળેલ હાથીનુ માથુ કાપીને લઈ આવો.. ભગવાન શિવે ગજના એ મસ્તકને બાળકના ધડ પર મુકીને તેને ફરીથી જીવિત કરી દીધો. 
 
માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હ્રદયને લગાવી દીધો પણ તેમને એ વાતનુ દુ:ખ હતુ કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે..  પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલા પૂજવાનુ વરદાન આપ્યુ. 
 
ભગવાન શંકરે બાળકને કહ્યુ કે હે ગિરિજાનંદન વિધ્ન અવરોધોને નાશ કરવામાં તમારુ નામ સર્વોપરિ રહેશે. તૂ સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જાવ. 
 
હે ગણેશ્વર તૂ ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાંના ઉદિત થવા પર ઉત્પન્ન થયો. છે. આ તિથિમાં વ્રત કરનારા બધા વિધ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિયો પ્રાપ્ત થશે.  કૃષ્ણપક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદયના સમયે ગણેશ તમારી પૂજા કર્યા પછી વ્રતી ચદ્રમાને અર્ધ્ય આપીને બ્રાહ્મણને મિષ્ઠાન્ન ખવડાવે.  ત્યારપછી ખુદ પણ ગળ્યુ ભોજન કરે.  શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત કરનારાઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

વધુ જુઓ..

નવીનતમ

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

આગળનો લેખ
Show comments