Biodata Maker

Rama Ekadashi 2025 - રમા એકાદશીનું મહત્વ અને રમા એકાદશી વ્રતકથા

Webdunia
કારતક મહિનાના કૃષ્ણપક્ષની અગિયાસને રમા એકાદશીના નામે ઓળખાય છે.  આ દિવસે વ્રત કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ એકાદશી 17 ઓક્ટોબરના રોજ છે.  માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઈ જાય છે.  અહી સુધી કે બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઈ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્યપ્રદ માનવામાં આવ્યુ છે. 
 
રમા એકાદશી વ્રતકથા -  પ્રાચીનકાળમાં મુચુકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો. તેની દેવતાઓ સાથે પાક્કી મિત્રતા હતી. તે સત્યવાદી, વિષ્ણુભક્ત અને ભજન કરનારો હતો. મોટી કુશળતાથી રાજ્યનુ સંચાલન કરતો હતો. એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો. ત્યાની શ્રેષ્ઠ નદી ચન્દ્રભાગાના નામ પર એ કન્યાનુ નામ 'ચંન્દ્રભાગા' રાખવામાં આવ્યુ.
 
મહારાજ  ચન્દ્રસેનના પુત્ર શોભન સાથે તેનો વિવાહ થયો. એક દિવસ શોભન પોતાના સસરા મુચુકુંદજીના ઘરે આવ્યો. સંયોગથી એ દિવસે અગિયારસ હતી. ચન્દ્રભાગાએ વિચાર્યુ કે મારા પતિ નબળા છે તે ભૂખ સહન કરી શકતા નથી.  હવે શુ થશે ? કારણ કે અહી મારા પિતાજીના શાસનના નિયમ-કાયદા પણ કઠોર છે. દસમીના દિવસે નગારુ વગાડીને એકાદશે વ્રતની સૂચના આપવામાં આવે છે કે અગિયારસના દિવસે કોઈએ પણ અન્ન-ભોજન ખાવાનુ નથી. બધાને અનિવાર્ય રૂપે એકાદશી વ્રત કરવુ પડશે.
 
ઢંઢેરો સાભંળીને શોભને પોતાની પત્નીને કહ્યુ, 'પ્રિયે હવે આપણે શુ કરવુ જોઈએ ? હવે આપણે એવો કોઈ ઉપાય કરવો જોઈએ જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય અને રાજાની આજ્ઞાનુ પાલન પણ થઈ જાય.'
 
ચન્દ્રભાગાએ કહ્યુ, "પતિ દેવ આજે મારા પિતાજીના પરિવારમાં આખા રાજ્યના લોકો જ નહી હાથી, ઘોડા, ગાય વગેરે પશુ પણ અન્નનુ ભોજન નહી કરે. હે મારા સ્વામી આવી અવસ્થામાં તમે કેવી રીતે ભોજન કરશો ? તેથી જો ભોજન કરવુ છે તો તમે ઘરે જઈને જ કરી શકો છો. તમે જ બતાવો કે હવે શુ કરવામાં આવે. ? "
શોભને કહ્યુ, "પ્રિયે તમે ઠીક કહ્યુ છે પણ મારે ઈચ્છા છે કે હુ પણ વ્રત કરુ. હવે તો ભાગ્ય પર છોડી દો જે થશે તે જોઈ લેવાશે."
 
શોભને પણ ઉપવાસ કર્યો પરંતુ ભૂખ-તરસને લીધે તેનું મૃત્યુ થયું. આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઇ પરંતુ પિતાએ તેમ કરવા ના કહી. આ વ્રતના પ્રભાવથી શોભન મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઇન્દ્રના જેવો જ હતો. દેવાંગનાઓ તેની સેવામાં તત્પર રહેતી.
મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું.
 
કહેવાનું તાત્પર્ય એ છે કે, રમા એકાદશીની કથા ચિંતામંઈ તુલ્ય છે. જે લોકો આ કથાનું શ્રવણ-પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઇ વૈકુંઠને પામે છે. આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે. “જેવી ભાવના એવી સિદ્ધિ”
 
રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસો વદ એકાદશી મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી. અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયાં હતાં, એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા મહાપાપનાશક કહેવાય છે, કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. વ્રત અતિ સરળ છે, વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષમાર્ગનું સોપાન છે.
 
રમા એકાદશીનુ શુભ મુહૂર્ત 
 
વર્ષ 2025માં રમા એકાદશીનું શુભ મુહૂર્ત 16 ઓક્ટોબરના રોજ સવારે 10:35 વાગ્યાથી શરૂ થશે. જેનું સમાપન  દિવસે 17 ઓક્ટોબરના રોજ સવારે 11:12 વાગ્યે થશે. હિંદુ ધર્મમાં ઉદયતિથિનું મહત્વ હોય છે તેથી રમા એકાદશી 17 ઓક્ટોબર 2025ના રોજ મનાવવામાં આવશે

 
રમા એકાદશીનુ મહત્વ - રમા એકાદશી વ્રત કામઘેનુ અને ચિંતામણિના સમાન ફળ આપે છે. આને કરવાથી વ્રતી પોતાના બધા પાપોનો નાશ કરતા ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે. મૃત્યુ પછી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો માસિક ધર્મ દરમિયાન સેક્સ કરો છો તો શું થાય છે

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

Rajasthani garlic chutney આ મસાલેદાર લસણની ચટણી બનાવો, મસાલેદાર સ્વાદ ભોજનનો સ્વાદ અનેક ગણો વધારી દેશે.

World Sandwich Day 2025- એક વાનગી, અનેક સ્વાદ

Aligarh Famous Mutton Korma: દેશી મસાલા અને શાહી સ્વાદ, અલીગઢનો પ્રખ્યાત મટન કોરમા ભોજન પ્રેમીઓની પહેલી પસંદગી છે.

વધુ જુઓ..

નવીનતમ

Kartik Purnima 2025 Daan: કાર્તિક પૂર્ણિમાનું મહત્વ

Dev Diwali 2025 Wishes in Gujarati - દેવ દિવાળીની શુભેચ્છા

Som Pradosh- જીવનને સાચી દિશા આપવા માટે પ્રદોષ વ્રત પર શિવલિંગનો વિશેષ અભિષેક કરો.

Bhishma Panchak 2025: ભીષ્મ પંચક શું છે, શા માટે મનાવવામાં આવે છે, જાણો પંચકની તિથિઓ

રાજા વર્ષો કરતા રહ્યા વ્રત પણ દર્શન ન થયા, એક સાધારણ ભક્તને મળ્યો ભગવાનનો આશિર્વાદ, વાંચો દેવઉઠની એકાદશીની વ્રત કથા

આગળનો લેખ
Show comments