Rama Ekadashi 2025 Date: હિન્દુ ધર્મમાં એકાદશીનુ ખાસ મહત્વ છે અને તેમા રમા એકાદશીનુ સ્થાન ખૂબ જ પવિત્ર માનવામા આઅવે છે. રમા એકાદશી દર વર્ષે કારતક મહિનામાં આવે છે, અને ભક્તો ઉપવાસ, પૂજા અને ધ્યાન દ્વારા પોતાના આત્માને શુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે રમા એકાદશી પર વિષ્ણુની પૂજા અને મંત્રોનો જાપ કરવાથી માત્ર પાપોનો નાશ થતો નથી, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પણ આવે છે. તો ચાલો જાણીએ રમા એકાદશીના શુભ મુહુર્ત અને પૂજા વિધિ વિશે.
Rama Ekadashi Shubh Muhurat રમા એકાદશી
હિન્દુ પંચાગ મુજબ આસો મહિનાના કૃષ્ણ પક્ષની
રમા એકાદશી તિથિની શરૂઆત 16 ઓક્ટોબર સવારે 10 વાગીને 35 મિનિટે શરૂ
રમા એકાદશીનુ સમાપન - 17 ઓક્ટોબરે સવારે 11 વાગીને 2 મિનિટ પર
આ રીતે એકાદશી 17 ઓક્ટોબરે ઉજવાશે.
રમા એકાદશી પૂજા વિધિ
- રમા એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો
- ત્યારબાદ ઘરના મંદિરની સફાઈ કરી ગંગાજળ છાંટો અને ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરો.
- પછી એક પાટલા પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.
- હવે ભગવાન વિષ્ણુને પંચામૃત, પીળા ફૂલો, તુલસીના પાન, ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પણ કરો.
- ત્યારબાદ, વિષ્ણુના મંત્રો અને નામોનો જાપ કરો.
- અંતે, ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો.