Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાઈએ ચાપડ વડે કાપી નાખ્યું બહેનનું માથું, હાથમાં લઈને ફરતો રહ્યો, જોનારાઓ કંપી ગયા

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2023 (18:17 IST)
બહેનને પ્રેમી સાથે જોઈને ભાઈનું લોહી ઉકળી ગયું હતું. ગુસ્સે ભરાયેલા ભાઈએ તેની બહેનનું માથું ઘડથી અલગ કરીને કાપીને નિર્દયતાથી હત્યા કરી. આટલું જ નહીં, તે બહેનનુ કપાયેલ લોહીથી લથબથ માથું હાથમાં લઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો, જેને પોલીસે રસ્તામાં પકડી લીધો હતો.
 
આ હ્રદયદ્રાવક ઘટના જેણે પણ જોઈ તે ચોંકી ઉઠ્યુ. ઘણા લોકોએ યુવકનો વીડિયો પણ બનાવ્યો હતો. કપાયેલું માથું જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓના આત્મા પણ ધ્રુજી ગઈ. ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મીઠવારા ગામના મો. રિયાઝ હાથમાં કપાયેલું માથું લઈને કોતવાલી ફતેહપુર જઈ રહ્યો હતો. રસ્તામાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
 
આરોપીએ જણાવ્યું કે બહેન આસિફા પ્રેમીને મળવા ગઈ હતી અને ત્યારે જ તેણે બંનેને જોઈ લીધા.  બંનેને એકસાથે જોઈને તેણે તેની બહેનની હત્યા કરી નાખી. આ પહેલા 29 મેના રોજ બહેન બળાત્કારનો શિકાર બની હતી. બળાત્કારનો આરોપી ચાંદ બાબુ હાલ જિલ્લા જેલમાં બંધ છે.
 
આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે, જે કોઈ પણ આરોપીને કપાયેલું માથું લઈને જતો જોયો તે ભયથી ધ્રૂજી ઉઠ્યો હતો. પોલીસનું કહેવું છે કે મોહં. રિયાઝે તેની બહેનના વર્તનથી નારાજ થઈને તેની હત્યા કરી હતી. રિયાઝની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments