Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાંચો ગુજરાતની દીકરીઓની આપવીતીના ત્રણ કિસ્સાઃ એક પિતા દારૂ પીને મારઝૂડ કરતો,બીજાએ પૈસાની લાલચે પરણીતિ પુરુષ સાથે દીકરીના લગ્ન નક્કી કર્યા

Webdunia
બુધવાર, 4 મે 2022 (14:42 IST)
રાજ્યમાં મહિલાઓની સહાયતા માટે 181 અભયમ હેલ્પલાઈન કાર્યરત છે. જેમાં ઘરેલું હિંસા, અન્ય કોઈ પરેશાની કે સમસ્યામાં કાઉન્સેલિંગ અથવા કાયદાકીય રીતે મદદ કરવામાં આવતી હોય છે. હાલમાં અભયમની ટીમ દ્વારા ત્રણ કિસ્સામાં મદદ કરીને બે ઘર તૂટતા બચાવી લેવાયા હતા, જ્યારે એક કિસ્સામાં યુવતીની હત્યાનું કાવતરું કરતા ઘરના સદસ્યોથી તેને બચાવીને આશ્રયગૃહમાં આસરો આપવામાં આવ્યો હતો.

ધંધુકા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી 21 વર્ષીય યુવતીએ અભયમ હેલ્પલાઇનને જણાવ્યું કે, મારા પરિવારમાં માતા-પિતા અને ભાઈ સાથે રહીએ છીએ. પિતા મજૂરી કરે છે. પૈસાની લાલચમાં માતા-પિતા અને કાકા એકવાર લગ્ન કરેલ પુરુષ સાથે મને લગ્ન કરવા જબરજસ્તી કરે છે. હું તે પુરુષ સાથે લગ્ન કરવા તૈયાર નથી. મને જે છોકરો પસંદ છે તે છોકરાને સાત ભાઈઓ છે. તેથી પ્રોપર્ટીમાં સાત ભાગ પડે તેવો વિચાર કરતા પૈસાની લાલચમાં એક વાર લગ્ન કરેલ પુરુષ સાથે લગ્ન કરાવવા માંગતા હતા.

લગ્ન કરવાની ના પાડી ત્યારે પિતા અને કાકા દીકરી નામનો કાંટો કાઢી નાખીએ તેમ કરી તેને મારી નાખવાની વાત કરતા હતા. ઘરમાં યુવતી સાથે કોઈ વાતચીત ના કરતા અને જાનવર જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. તેને ઘરની બહાર નીકળવા કે કોઈ સાથે વાત કરવા દેતા ના હતાં. યુવતી ફોનમાં વાતચીત ન કરી શકતા તેણે 181માં મેસેજથી વાત કરી મદદ માંગી હતી. ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ કેસમાં આગળ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતી ન હતી, તેમજ પરિવાર સાથે રહેવા માંગતી ન હતી તેથી તેઓની સલામતી માટે આશ્રય ગૃહમાં લઈ જવામાં આવી હતી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મુકબધિર વ્યક્તિ ઘરમાં દારૂના નશામાં ચકચૂર થઈ ઝઘડા કરતો હતો. જેના કારણે બાળકો પોતાની પરીક્ષા પર ધ્યાન આપી શકતા ન હતા. તે પોતાની 13 વર્ષની દીકરી અને પત્ની સાથે દારૂના નશામાં મારઝૂડ કરતો હતો. પરીક્ષા ચાલતી હોવાથી વાંચન પર અસર પડતી હોય અને પિતાની આવી હરકતોથી કંટાળીને 13 વર્ષની દીકરીએ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

જો કે પતિ-પત્ની બંને બહેરા-મૂંગા હોવાથી કાઉન્સેલિંગમાં તકલીફ પડશે તેમ જણાવ્યું ત્યારે દીકરીએ પોતે જણાવ્યું હતું કે, તમે આવી અને મને સમજાવોને હું મારા માતા-પિતાને સાંકેતિક ભાષામાં સમજાવીશ. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી અને બાળકીને આ સમગ્ર બાબત જણાવ્યું હતું અને બાદમાં તેણે સાંકેતિક ભાષામાં તેના પિતાને જાણકારી આપતા તેઓ સમજ્યા હતા અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના એક ગામમાં રહેતી અને પાંચ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનારી મહિલાને પતિએ બે વર્ષના દીકરા સાથે ઘરેથી કાઢી મુકી હતી. જેના કારણે તેની માનસિક સ્થિતિ બગડી હતી અને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા આવી હતી. પરંતુ તેની સાથે કોઈ ન હોવાથી તેને દાખલ કરવામાં આવી ન હતી જેથી તેણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.

સિવિલ લોકેશનની મહિલા હેલ્પલાઇનની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેના સાસરી પક્ષને તેમજ પિયર પક્ષને જાણ કરી હતી.પરંતુ પિયર પક્ષમાં પિતા તેને રાખવા માંગતા ન હોવાથી મહિલાને આશ્રય ગૃહમાં મોકલવામાં આવી હતી અને સાસરી પક્ષમાં જાણ કરી હતી. સાસરી પક્ષ દ્વારા આવતા ચાર-પાંચ કલાક થશે એમ કહ્યું હતું જેથી મહિલાને આશ્રયગૃહમાં મોકલવામાં આવી હતી અને બીજા દિવસે એના સાસુ આશ્રયગૃહમાં આવીને મહિલાને લઈ ગયા હતા. આમ હેલ્પલાઇનની ટીમે મહિલાને સહી સલામત પરત સાસરીમાં મોકલી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

આગળનો લેખ
Show comments