બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો
ત્યારે મહિલાના સસરા રસોડામાં રસોઈ બનાવી રહેલ પુત્રવધુ પાસે આવ્યા હતા અને તું બહુ જ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે અને તું થાકી ગઈ હોઈશ તો હોલમાં આવીને મારી પાસે બેસ. આમ કહીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી. જોકે મહિલા તેના બેડરૂમમાં જતી રહેતા તેના સસરા પણ ત્યાં પહોંચ્યા હતા અને શારીરિક હડપલા કરવા જતા મહિલાએ તેને એક લાફો મારી દીધો હતો. તેના સસરાએ તેનું મોઢું હાથથી દબાવી ધમકી આપી હતી કે, તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશ આમ તેના સસરાએ તેની મરજી વિરુદ્ધમાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.