Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD કપિલ દેવ - જ્યારે કપિલ દેવે દાઉદ ઈબ્રાહિમને ડ્રેસિંગ રૂમમાંથી બહાર કર્યો હતો

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (13:01 IST)
ટીમ ઈડિયાને પ્રથમ વર્લ્ડ કપ જીતાવનારા કપ્તાન કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959ના રોજ ચંડીગઢમાં થયો હતો. કપિલ પોતાનો 58મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. પોતાના 16 વર્ષના કેરિયરમાં કપિલ દેવે 134 ટેસ્ટ મેચમાં 434 વિકેટ બનાય્વા. આ ઉપરાંત તેમને 8 સેંચુરી સાથે 5248 રન બનાવ્યા. કપિલ ટીમ ઈંડિયાના સૌથી સફળ ઓલરાઉંડર માનવામાં આવે છે. તેમની જ કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ 1983નો વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો. 
 
હેમિંગ્સના ઓવરમાં માર્યા સતત છક્કા 
 
વાત ભારતના 1990ના ઈગ્લેડ પ્રવાસની છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાય રહી હતી. ઈગ્લેંડે ટીમ ઈંડિયા સામે પ્રથમ દાવમાં 653 રન બનાવ્યા હતા. ટીમ ઈંડિયાને ફોલોઓન બચાવવા માટે 454 રન જોઈતા હતા. ભારતની 9 વિકેટ 430 રન પર જ પડી ગઈ હતી. જ્યારે કપિલ દેવનો સાથ આપી રહેલ સંજીવ શર્મા શૂન્ય પર જ આઉટ થઈ ગયા. અંતિમ વિકેટના રૂપમાં બેટિંગ કરવા સ્પિનર નરેન્દ્ર હિરવાની આવ્યા. જેમની તરફથી કોઈ આશા નહોતી. મતલબ તે ક્યારેય પણ આઉટ થઈ શકતા હતા. સંયોગથી સ્ટ્રાઈક કપિલ દેવ પાસે હતી અને સામે બોલર હતા એડી હેમિંગ્સ. ટીમ ઈંડિયાને ફોલોઓન ટાળવા જોઈતા હતા 24 રન. કપિલ ઓવરની પ્રથમ બે બોલ પર કોઈ રન ન બનાવી શક્યા અને અંતિમ ચાર બોલ પર 4 શાનદાર છક્કા મારી દીધા. આ સાથે ટીમ ઈંડિયા ફોલોઓનથી બચી ગઈ અને જેનો ડર હતો હિરવાણી આગળની ઓવરમાં જ આઉટ થઈ ગયા. જો કે ફોલોઓનથી બચવા છતા ટીમ ઈંડિયા આ મેચ 247 રનથી હારી ગઈ.  પણ કપિલ દેવની 75 બોલમા રમાયેલ 77 રનની રમત અમર થઈ ગઈ. 
 
કપિલનુ કોચ પદ 
 
વર્ષ 1999માં તેમણે ટીમ ઈંડિયાના કોચ પદની કમાન સાચવી હતી અને 2000 સુધી આ પદ પર રહ્યા. તેમનુ ક્રિકેટમાં યોગદાન જોતા 24 સપ્ટેમ્બર 2008ના રોજ ભારતીય સેનામાં લેફ્ટિનેટ કર્નલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. કપિલ દેવે રોમી સાથે લગ્ન કર્યા હતા. તેમની રોમી સાથે મુલાકાત એક કૉમન ફ્રેંડ દ્વારા થઈ હતી. તે રોમીને એક વર્ષ સુધી પ્રપોઝ પણ ન કરી શક્યા. પછી દોસ્તો સાથે એક ટ્રિપ પર કપિલે રોમીને પ્રપોજ કર્યુ.  આ વિશે રોમીનુ કહેવુ હતુ, કપિલ ખૂબ શર્મીલા હતા. તેમનો આત્મવિશ્વાસ જેવો આજે છે એવો એ સમયે નહોતો. છેવટે કપિલ દેવે રોમી સાથે 1980માં લગ્ન કરી લીધા. 
 
કપિલે લીધો હતો હેમિંગ્સ સાથે બદલો 
 
ભારતમાં રમાયેલ 1987ના વનડે વર્લ્ડ કપના સેમીફાઈનલ હરીફાઈમાં ઈગ્લેંડની ટીમ ઈંડિયાની સામે 255 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. એ સમયે ક્રિકેટમાં ખૂબ મોટુ લક્ષ્ય માનવામાં આવતુ હતુ. ટીમ ઈંડિયા તરફથી પાંચમી વિકેટ માટે કપિલ દેવ અને મોહમ્મદ અઝહરુદ્દીન વચ્ચે 47 રનની ભાગીદારી થઈ ચુકી હતી અને લાગી રહ્યુ હતુ બંને મેચને ટીમ ઈંડિયા તરફ વાળી લેશે. ત્યારે 22 બોલમાં 30 રન બનાવીને  રમી રહેલ કપિલને એડી હેમિંગ્સે કપ્તાન માઈક ગેટિંગના હાથે કેચ કરાવી દીધો અને અંતમાં ટીમ ઈંડિયા 35 રનથી હારીને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ.  પછી કહેવાય છે કે 1990માં લોર્ડ્સ ટેસ્ટમાં કપિલ દેવે હેમિંગ્સ સાથે આ વાતનો બદલો કાઢતા સતત 4 છક્કા જડી દીધા. 
 
કપિલ દેવની જોડી 
 
કપિલ દેવ વિશે તેમના પૂર્વ જોડીદાર બલવિંદર સિંહ સિંધૂ બતાવે છે કે 19 વર્ષના કપિલ એ સમયે 145ની ગતિથી બોલિંગ કરતા હતા. લાંબા સમય સુધી તેઓ ભારતના એક માત્ર સ્ટ્રાઈક બોલર રહ્યા. સાથે જ તેમણે લાંબા સ્પેલ કરવામાં નિપુણતા મેળવી હતી. ફૈસલાબાદ ટેસ્ટમાં કપિલે પોતાની ટેસ્ટ કેરિયરની પ્રથમ વિકેટ સાદિક મોહમ્મદના રૂપમાં લીધી. જેમણે તેમણે પોતાની ટ્રેડમાર્ક આઉટસ્વિંગ બોલ પર આઉટ કર્યા હતા. 
 
દાઉદને બતાવ્યો બહારનો રસ્તો 
 
કપિલ દેવે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને ડ્રેસિંગ રૂમમાંથી લડીને ભગાવ્યો હતો.  કપિલ દેવ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે આ ઘટના શારજહામાં ડ્રેસિંગ રૂમ કાંડ નું નામ પણ આપવામાં આવ્યુ. વાત 1987માં શારજહામાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ ઓસ્ટ્રેલિયા કપની છે.  એ દરમિયાન મેચ પહેલા કપિલ દેવે દાઉદ ઈબ્રાહિમને ડ્રેસિંગ રૂમમાંથી વઢીને બહાર ભગાવ્યા હતા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments