Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Corona India Update - થોડી રાહત પછી ફરી વધ્યા કેસ, દેશમાં 24 કલાકમાં કોરોનાથી 3786 મોત અને 3.83 લાખ નવા કેસથી હડકંપ

Corona India Update - થોડી રાહત પછી ફરી વધ્યા કેસ, દેશમાં 24 કલાકમાં કોરોનાથી 3786 મોત અને 3.83 લાખ નવા કેસથી હડકંપ
, બુધવાર, 5 મે 2021 (10:01 IST)
ભારતમાં કોરોના વાયરસની ગતિ પર હજુ પણ બ્રેક નહોતો લાગ્યો છે. ભલે છેલ્લા બે-ત્રણ દિવસોમાં કોરોનાના મામલામાં કમી જોવા મળી, પણ દેશ માટે હજુ પણ આફત બન્યો છે. દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના નવા મામલા સાથે મોતનો મામલામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.  ભારતમાં મંગળવારે માત્ર એક દિવસમાં 3 લાખ 82 હજારથી વધુ કેસ સામે આવ્યા, જે સોમવારની તુલનામાં લગભગ 28 હજાર કેસ અધિક છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિડ-19 ના મામલા બે કરોડના આંકડા પાર કરી ગયા છે અને માત્ર 15 દિવસમાં સંક્રમણના 50 લાખથી વધુ મામલા આવ્યા છે. 
webdunia
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મંગળવાર (4 મે) ના રોજ એક દિવસમાં કોરોના વાયરસના 382,691 નવા કેસ સામે આવ્યા, બીજી બાજુ આ દરમિયાન અત્યારસુધી સૌથી વધુ 3786 લોકોના જીવ ગયા. આ પહેલા સોમવારે (3 મે) ના રોજ એક દિવસમાં 355,828 નવા કેસ સામે આવ્યા હતા અને આ દરમિયાન 
3,438 લોકોના મૃત્યુ થયા હતા. રવિવારે પણ મોતનો આંકડો 3400ના લગભગ જ હતી.  જો કે કોરોનાના કેસ 3 લાખ 70 હજારની આસપાસ હતા. 
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોના વાયરસના એક દિવસમાં 382,691 નવા મામલા વધીને 20665524 પર પહોચી ગયા, જ્યારે કે  3786 અને લોકોના જીવ ગુમાવનારાથી મૃતકોની સંખ્યા 226194 પર પહોચી ગયા છે. ભારતમાં કોવિડ-19 ના મામલા 19 ડિસેમ્બરના રોજ કરોડનો આંકડો પાર કરી ગયા હતા. જેને 107 દિવસ પછી પાંચ એપ્રિલના રોજ સંક્રમણના મામલા 1.25 કરોડ પર પહોચી ગયા. જો કે મહામારીના મામલાને 1.50 રોનો આંકડો પાર કરવામં માત્ર 15 દિવસ લાગ્યા. 
 
ભારતમાં કોવિડના કેસ 7 ઓગસ્ટના રોજ 20 લાખનો આંકડો પાર કરી ગયા હતા. ત્યારબાદ સંક્રમણના મામલા આ પછી 23 ઓગસ્ટના રોજ ચેપના કેસ 30 લાખ, 5 સપ્ટેમ્બરના 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને વટાવી ગયા હતા. 28 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક રોગચાળાના કેસો 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડને પાર કરી ગયા છે. ભારતમાં સંક્રમણના કેસ 19  એપ્રિલના રોજ 1.50 કરોડને પાર પહોચી ગયા હતા. 
 
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15.35 કરોડથી વધુ 
 
વિશ્વભરમાં કોરોના વાયરસ સંક્રમણના ફરીથી ફેલાવા વચ્ચે સંક્રમિતોની સંખ્યા 15.35 કરોડથી વધુ થઈ ગઈ છે અને 32.13 લાખથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાની જૉન હૉપકિંસ યુનિવર્સિટીના વિજ્ઞાન અને એંજિનિયરિંગ કેન્દ્ર (સીએસએસઈ) તરફથી રજુ આંકડા મુજબ દુનિયાના 192 દેશ અને ક્ષેત્રોમાં સંક્રમિતોની સંખ્યા વધીને 15 કરોડ 35 લાખ 59 હજાર 931 થઈ ગઈ છે. જ્યારે કે 32 લાખ 13 હજાર 878 લોકોના મોત થઈ ચુક્યા છે.  
 
યુ.એસ.માં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. અહીં સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ કરોડ 24 લાખ 71 હજારને પાર પહોચી  ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે 5,77,523 સંક્રમિતોના મોત થયા છે. કોરોના સંક્રમણના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે અને મૃતકોના કિસ્સામાં ચોથા ક્રમે છે. સંક્રમણની દ્રષ્ટિએ બ્રાઝિલ હવે ત્રીજા ક્રમે છે. દેશમાં ફરીથી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં, 1.47 કરોડથી વધુ લોકોને અસર થઈ છે, જ્યારે 4,08,622 લોકો મૃત્યુ પામ્યા છે. બ્રાઝિલ કોરોનાથી થતા મૃત્યુના મામલામાં વિશ્વમાં બીજા ક્રમે છે. સંક્રમણના મામલે ફ્રાન્સ ચોથા ક્રમે છે, જ્યાં સુધીમાં અત્યાર સુધીમાં લગભગ 57.17 લાખ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે અને 1,05,291 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત માટે આનંદની વાત: રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 બેડની હોસ્પિટલનું લોકાર્પણ